દીર્ધદ્રષ્ટા ગુરુદેવ શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજા

- જેમનું વ્યક્તિત્વ વિરાટ હતું.
- જેમના દિલ માં કરુણા નો અફાટ સાગર ઘુઘવાતો હતો.
- જેમના હૃદય ની પ્રત્યેક ધડકને પ્રેમ નો ધબકાર હતો.
- જેમના નયનોમાં થી નર્યો નેહ નિતરતો હતો.
- જેઓ જન-જન ના મન-મન માં વસેલા છે.
- જેમની વાણીમાં વીરતાનો સિંહનાદ હતો.
- જેઓનો દેહ શાસનહિતના કાર્યો માં સદાય વ્યસ્ત હતો.
- જેમના હૈયે સર્વનું હિત વસ્યું હતું અને જેમનો બોલ હતો સર્વમાન્ય.
- એવા ઉર્જાપુરુષ કે જેને ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર ના તારણહાર તૈયાર કરવા સિવાય બીજી કોઈ મહત્વાકાંક્ષા નથી.
- એવા ઉર્જાપુરુષ કે જેને નવી પેઢી ની ઘડતર સિવાય બીજી કોઈ અપેક્ષા નથી.
- એવા ઉર્જાપુરુષ કે જેને તંદુરસ્ત લાંબા જીવન પ્રાપ્ત કરવા કરતાં સદંતર સારી પ્રવૃત્તિઓ ની ચિંતા હતી.
- એવા ઉર્જાપુરુષ કે જેને હમેંશા મોક્ષ પ્રાપ્તિ ની ઈચ્છા હતી.
- એવા ઉર્જાપુરુષ કે જેને હમેંશા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા અનુયાયીઓ તૈયાર કરવા સિવાય બીજી કોઈ અપેક્ષા નથી.
- એવા ઉર્જાપુરુષ કે જેને જિનશાસન ની દિવસ અને રાત સેવા કરવા ના બદલામાં મોક્ષ પ્રાપ્તિ નો લોભ હતો.
- એવા ઉર્જાપુરુષ કે જેને જિનશાસન ની સેવા પોતાના અંતિમ શ્વાસ સુધી કરવાની મહત્વાકાંક્ષા હતી.

જો હોવે મુજ શક્તિ ઈશી, સવિ જીવ કરું શાસન રસી...

પ્રણામ,

 

"સવિ જીવ કરું શાસન રસી" ની ભાવના ને સાચા અર્થ માં મૂર્તિમંત કરી ને જે જીવન જીવી ગયા એવા લાખો યુવાનો ના રાહબર, સિંહગર્જના ના સ્વામી અને જિનશાસન ના અણનમ યોદ્ધા એવા પૂજ્ય ગુરુદેવ યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજા ના વિચારો વિશ્વ સમક્ષ પહોચાડવા અને ઈન્ટરનેટ અને મોબાઈલ ની માયાજાળમાં અટવાયેલી આજની યુવાપેઢી ને ધર્માભિમુખ કરવા ગુરુદેવ ના સમગ્ર જીવન ને અને એમણે પુસ્તક લેખન દ્વારા સમગ્ર વિશ્વ ઉપર કરેલા અજબ-ગજબ ના ઉપકાર ને આવરી લેતી વેબસાઇટ નું વિશ્વ સમક્ષ પદાર્પણ કરતા અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ (સુરત કેન્દ્ર) આનંદ ની લાગણી અનુભવે છે. પૂજ્ય ગુરુદેવ ના એક-એક પુસ્તકો જે હમેંશા આતુરતા થી વંચાતા રહ્યા છે અને હમેંશા દરેક પુસ્તક ના અનાવરણ વખતે એ પુસ્તક લાખો લોકો સુધી પહોચે એનો લાભ લેવા હમેશા લાભાર્થીઓ અને દાનવીરો તત્પર રહેતા અને જે પુસ્તકો ના લીધે લાખો લોકો ના જીવન પરિવર્તન થયા છે એવા એ મુલ્યવાન અને દુર્લભ પુસ્તકો આજે યુવા પેઢી ના હાથ માં પહોંચે એ માટે વિના મુલ્યે એ દરેક પુસ્તક એક-એક કરી ને વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવાનો અમારો નમ્ર પ્રયાસ છે.

 

- અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ, સુરત

ભારતમાં ઈન્ટરનેટ ની સ્પીડ ની મર્યાદાને ધ્યાન માં લઈ અહી મુકેલા પુસ્તકો ની સાઈઝ નાની થાય અને સરળતા થી ડાઉનલોડ કરી શકાય એ પ્રયત્નો અમે કરેલ છે. કદાચ વાંચતા તકલીફ પડે તો અમને ક્ષમા કરશો. આ પુસ્તકો ની સારી પ્રિન્ટ નીચે આપેલી લિંક પર થી ડાઉનલોડ કરી શકાશે.

સારી પ્રિન્ટ માટે અહી કલીક કરો

વેબસાઈટ પર મુકેલા પુસ્તકો અને સામગ્રી નો ફક્ત વ્યક્તિગત, ખાનગી અને બિન-વાણિજ્યિક ઉપયોગ કરી શકાશે. કોઈપણ જાત નો Commercial ઉપયોગ એ ભારત ના કાયદા ના IT Act અને Cyber Law ના અંતર્ગત સખત શિક્ષા ને પાત્ર થશે અને એનું ઉલ્લંઘન કરનાર પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

નવા મુકાયેલ પુસ્તકો બધા પુસ્તકો
ટોપ પુસ્તકો બધા પુસ્તકો
ઉર્જાપુરુષ શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબ ની જીવન યાત્રા