પૂજ્ય ગુરુદેવ ની વેબસાઇટ નું અનાવરણ

પ્રણામ,

યુગપ્રધાન આચાર્યસમ પૂજ્ય ગુરુદેવ પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજા ની આજે દ્વિતીય પુણ્યતિથી છે. “સવિ જીવ કરું શાસન રસી” ની ભાવના ને સાચા અર્થ માં મૂર્તિમંત કરી ને જે જીવન જીવી ગયા એવા લાખો યુવાનો ના રાહબર, સિંહગર્જના ના સ્વામી અને જિનશાસન ના અણનમ યોદ્ધા એવા પૂજ્ય ગુરુદેવ ના વિચારો વિશ્વ સમક્ષ પહોચાડવા અને ઈન્ટરનેટ અને મોબાઈલ ની માયાજાળમાં અટવાયેલી આજની યુવાપેઢી ને ધર્માભિમુખ કરવા ગુરુદેવ ના સમગ્ર જીવન ને અને એમણે પુસ્તક લેખન દ્વારા સમગ્ર વિશ્વ ઉપર કરેલા અજબ-ગજબ ના ઉપકાર ને આવરી લેતી વેબસાઇટ નું આજે વિશ્વ સમક્ષ પદાર્પણ કરતા અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ (સૂરત કેન્દ્ર) આજે આનંદ ની લાગણી અનુભવે છે. પૂજ્ય ગુરુદેવ ના એક-એક પુસ્તકો જે હમેંશા આતુરતા થી વંચાતા રહ્યા છે અને હમેંશા દરેક પુસ્તક ના અનાવરણ વખતે એ પુસ્તક લાખો લોકો સુધી પહોચે એનો લાભ લેવા હમેશા લાભાર્થીઓ અને દાનવીરો તત્પર રહેતા અને જે પુસ્તકો ના લીધે લાખો લોકો ના જીવન પરિવર્તન થયા છે એવા એ મુલ્યવાન અને દુર્લભ પુસ્તકો આજે યુવા પેઢી ના હાથ માં પહોંચે એ માટે વિના મુલ્યે એ દરેક પુસ્તક એક-એક કરી ને વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવાનો અમારો નમ્ર પ્રયાસ છે. જેમને પણ શાસન ના અદ્ભુત કાર્ય માં દાતા તરીકે લાભ લેવાની ઈચ્છા હોય એમણે વેબસાઇટ પર લખેલા મોબાઇલ અથવા “contact@yugpradhan.com” પર સંપર્ક કરવા નમ્ર વિનંતી છે. લાભાર્થી નું નામ વેબસાઇટ પર લખવામાં આવશે.

તમારા આ વેબસાઇટ વિશે ના અભિપ્રાયો અને સૂચનો સહૃદય આવકાર્ય છે. ગુરુદેવ વિશે આપની પાસે કોઈ પણ જાણવા જેવી માહિતીઓ, ફોટાઓ અને વિડિયો હોય તો અમને “webmaster@yugpradhan.com” પર જરૂર થી મોકલો. અમને યોગ્ય લાગેલી માહિતીઓ તમારા નામ સાથે ગુરુદેવ ના બ્લોગ (અને યોગ્ય લાગશે તો વેબસાઇટ પર પણ) પર પ્રસિદ્ધ કરવામાં આવશે.

- અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ, સૂરત

4 thoughts on “પૂજ્ય ગુરુદેવ ની વેબસાઇટ નું અનાવરણ

 1. TAPOVANI AVIN ATULBHAI SHAH

  JAY GURUMA..
  A GREAT WORK DONE BY AKHIL BHARTIYA SANSKRUTI RAKSHAK DAL, SURAT
  CONGRATES.. KEEP IT UP…
  AA WEBSITE DWARA GURUMA NE ASANKHYA NAVA LOKO JANSE ANE OLAKHSE…

  • Viresh Shah

   Pranam Avinbhai. Thank you. Please share this new website of Gurudev with everyone and also pls ask everyone in your circle to like our fb page to get latest updates:

   http://www.fb.com/theyugpradhan

 2. MANISH VORA

  GURUMA NI NAJDIK JAWA MATE NO VERY GOOD PRAYATNA KAREL CHE . PL. ANOTHER GURUMA NA MAXIMUM PRAVACHAN COLLECT KARENE AA WEBSITE UPER MUKWA VINANTI

  • Viresh Shah

   Sure Manishbhai. We’ll do that.

   Please spread this website to everyone in your circle so they can also read/download gurumaa’s books. Also please ask them to join our FB page so they keep updated with latest news.

   http://www.fb.com/theyugpradhan

Comments are closed.