Aapni Sanskruti Ma Stri Nu Sthaan

Total Pages: 68

Download Count: 183

Read Count: 907

Click on top right corner of a book to start reading online.

About this book
આપણો ત્યાં નારીને ઘરની રાણી ગણવામાં આવતી. ઝવેરાતોનું પણ એ ઝવેરાત મનાયું હતું; એથી જ મૂલ્યવાન ઝવેરાત એના અંગે અડતું. જે નારી શીલ પાળીને કુમારી અવસ્થામાં જ મહાસતી સાધ્વી બની જાય તેનાં જેવું ઉત્તમ તો બીજુ એકે ય ન હોેય પરંતુ બધી નારીઓ આટલી તાકાત ધરાવતી ન હોય એટલે નારીઓ લગ્ન કરે તો તેના માથે સત્વશાળી અને સંસ્કારભરપૂર પ્રજાની માતા બનવાની જબરદસ્ત જવાબદારી આવી જ પડે. સંતતિમાં સત્વ અને સંસ્કારનું આધાન કરવા માટે માતાએ સંપૂર્ણપણે શીલવતી અને ધર્મનિષ્ઠ બનવું જ પડે. જે કાળમાં પુરુષવર્ગ વધુ નફફટ અને નિર્લજ્જ બન્યો હોય તે કાળમાં નારી માટે શીલપાલન લોહચણ ચાવવાથી પણ વધુ કઠિન બની રહે છે. પૂજ્યશ્રીએ ‘નારી’ તત્વનું મંુઠીઊંચેરુ મહત્વ નાનકડી પુસ્તિકામાં આગવી અદાથી રજું કર્યું છે. બુદ્ધિજીવીઓએ સ્ત્રી સ્વાતંત્ર્યના વિષયમાં ધૂર્તવિદ્યા અપનાવીને પ્રચંડ સફળતા (?)પ્રાપ્ત કરી લીધી છે. સ્ત્રીને પુરુષસમોવડી બનાવવાના પ્રયાસમાં તેના શીલના ફુરચેફુરચા ઉડી ગયા છે. નારીના મુખ્ય કાર્યોમાં ગર્ભધારણ, ગૃહરક્ષા, વડીલોની સેવા અને બાળકોને સંસ્કારોનું સંસ્કરણ ગણી શકાય.
Go To Page: