Apurva Swadhyaay

Total Pages: 502

Download Count: 173

Read Count: 539

Click on top right corner of a book to start reading online.

About this book
સૂરિપુરંદર પૂજયપાદ હરિભદ્રસૂરિજીએ રચેલ ૩૨ અષ્ટકોમાંથી ૫ થી ૨૦ અષ્ટકો ઉપર પૂજ્યશ્રીએ લાક્ષણિક શૈલીમાં સુંદર વિવેચન કર્યુ છે. ભિક્ષાષ્ટકમાં ત્રણ પ્રકારની ભિક્ષા વર્ણવી છે. પ્રચ્છન્ન ભોજન અષ્ટકમાં મુનિને શા માટે અપ્રગટભોજન કરવાની ‘જિનાજ્ઞા’ છે, તેનું સુંદર રહસ્ય પ્રગટ કર્યુ છે. પ્રત્યાખ્યાન અષ્ટકમાં દ્રવ્ય પ્રત્યાખ્યાન અને ભાવ પ્રત્યાખ્યાન ઉપર સુંદર વિવરણ કર્યુ છે. ‘અવિરતિ’ના પાપે નિગોદના જીવો કોઇ મોટા પાપો નહીં કરવા છતાં ભારે કર્મ બાંધી રહ્યા છે. મહર્ષિઓએ વર્ણવેલ જ્ઞાનના ત્રણ પ્રકારોની પૂજ્યશ્રીએ વિસ્તૃત છણાવટ ‘જ્ઞાનાષ્ટક’માં કરી છે. વૈરાગ્ય - અષ્ટકમાં ત્રણ પ્રકારના વિરાગોની પૂજ્યશ્રીએ અદ્‌ભુત શૈલીમાં સમજણ આપી છે. જ્ઞાનગર્ભિત વિરાગની મૂંઠીઊંચેરી મહાનતા વર્ણવી છે. તપાષ્ટકમાં તપની મહાનતા વર્ણવતા પૂજ્યશ્રી લખ ેછે કે, ‘તપ તો આત્માના પોતાના ઘરના નિરાબાધ - નિર્મળ સુખ સ્વરૂપ છે, તપ દુઃખમય નથી.’ ભગવાન જિનેશ્વરોએ કહેલા ત્રણ પ્રકારના વાદનું પૂજ્યશ્રીએ ‘વાદાષ્ટક’માં સુંદર વિવરણ કર્યુ છે. ત્રણે ય વાદમાં ધર્મવાદ જ મુખ્યત્વે કરવા જેવો છે, એ વાત ‘ધર્મવાદ - અષ્ટક’માં સુંદર રીતે સુસ્પષ્ટ કરી છે. પૂજ્યશ્રીએ અનેક દૃષ્ટાંતો આપીને શાસ્ત્રના પદાર્થો સરળતાથી સમજાઇ જાય તેવો સ્તુત્ય પ્રયાસ આ ગ્રંથમાં કર્યો છે.
Go To Page: