Ay Yuvan Uth Ubho Tha

Total Pages: 194

Download Count: 477

Read Count: 5076

Click on top right corner of a book to start reading online.

About this book
ગુમરાહ બનેલા યુવાન અને યુવતીઓના જીવનનું રાહબર બનતું, તેમના જીવનનું ઉર્ધ્વીકરણ કરતું, તેમના તન, મનને ઓજસ્વી અને તેજસ્વી બનાવતું, તેમને ‘કામહરિ’ની મંત્રદીક્ષા આપતું પૂજ્યશ્રીનું આ પુસ્તક ખૂબ લાભદાયી સાબિત થાય તેમ છે. આ પુસ્તકને બે ખંડમાં વહેંચી દેવામાં આવ્યું છે. પ્રથમ ખંડમાં પૂજ્યશ્રીએ ‘પશ્ચિમની જીવનશૈલીએ પૂર્વની મહાન જીવનશૈલી ઉપર કેવું ગોઝારું આક્રમણ કર્યુ છે.’ તે વાત સમજાવી છે. તે પછી આ આક્રમણનો ભોગ યુવાનો અને યુવતીઓ કેટલી ભયંકર રીતે બન્યા છે તે જણાવ્યું છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે પૂજ્યશ્રીએ બે ઉપાયો સૂચવ્યા છે : (૧) ભવાલોચના કરવી. (૨) પરમાત્માને ત્રણ પ્રાર્થના કરવી. એ પછી બીજા ખંડનું પ્રભાત ઉગે છે. પૂર્વોેક્ત બે ઉપાયોથી નિર્મળ અને નિર્ભય બનેલા યુવાનોને કાં રાષ્ટ્ર રક્ષાના અથવા ધર્મ રક્ષાના (ઉત્તરોત્તર કઠિન અને ઉત્તમ) કાર્યોમાં જોડાઇ જઇને કામહરિ બનવાની પૂજ્યશ્રીએ પ્રેરણા કરી છે. ત્યારબાદ પૂજ્યશ્રી લખે છે કે આવો ‘કામહરિ’ તે જ બની શકે, જેનામાં ભરપૂર શૌર્ય હોય, એવું શૌર્ય તે જ પામી શકે જે કટ્ટર શીલવાન હોય, એવો સાચો શીલવાન તે જ બની શકે જે શીલપાલનમાં અંતરંગ બે બાધક દોષો - અહંકાર અને ધિક્કારનો ત્યાગ કરીને પરમાત્માનો ભક્ત અને જીવમાત્રનો મિત્ર બન્યો હોય. શીલવાન બનવા માટેના બહિરંગ કારણોના સેવનની સાથે આ બે અભ્યન્તર ભાવોની જમાવટ અત્યંત આવશ્યક છે. સર્વનાશની ખાઇ તરફ તીવ્ર વેગથી ધસતા રહેલા રાષ્ટ્ર, પ્રજા, સંસ્કૃતિ અને ધર્મને છેવટે સ્પીડ બ્રેકરો મૂકીને પણ તાત્કાલિક રીતે ઉગારી લેવાની પૂજ્યશ્રીએ ચિન્તા વ્યક્ત કરી છે.
Go To Page: