Ben! Tu Sanskruti Taraf Pachi Far

Total Pages: 250

Download Count: 900

Read Count: 6655

Click on top right corner of a book to start reading online.

About this book
ઋષિ મુનિઓએ નારીને જે ગરિમા આપી છે તેને પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં બરોબર ઉપસાવી છે. નારીની મૂંઠીઉંચેરી ગરિમા ઉપર આધુનિક બુધ્ધિજીવી લોકોએ જે ઘા માર્યા છે તેની સખ્ત શબ્દોમાં પૂજ્યશ્રીએ ઝાટકણી કાઢી છે. પૂજ્યશ્રીએ સૌ પ્રથમ અરિહંત પ્રભુની કરૂણાભાવનાને ખૂબ સુંદર રીતે રજૂ કરી છે. જીવનને બરબાદ કરતાં ત્રણ પ્રકારના વાવાઝોડાંની ભયાનકતા સ્પષ્ટ શબ્દોમાં વર્ણવી છે. બીજા ખંડમાં ગુણવાન બનવા માટે પૂજ્યશ્રીએ ખૂબ ભાર આપ્યો છે. નારીને નારાયણી બનવા માટે પૂજ્યશ્રીએ શીલ, સહિષ્ણુતા, ખુમારી, સંતોષ, સાદગી, કરકસર, દેખાદેખીનો ત્યાગ, સંતાનોનું સંસ્કરણ વગેરે ગુણો ઉપર ખૂબ સુંદર ચિંતનયાત્રા રજૂ કરી છે. આ ગુણોના વિવેચનમાં અનેક દૃષ્ટાંતો સાથે પદાર્થને રજુ કરવાની પૂજ્યશ્રીની આગવી કળા સૌને હૃદયસ્પર્શી બન્યા વિના ન રહે. છેલ્લા પ્રકરણમાં પૂજ્યશ્રીએ નારીની તેર સમસ્યાઓના સચોટ સમાધાનો સુંદર રીતે રજુ કર્યા છે. પરિણીતા નારીથી છૂટાછેડા લઇ શકાય ? નારીના સફળ સંસારી જીવનમાં મુખ્ય સ્ત્રોત કયા ગણાય ? આંતરજ્ઞાતીય લગ્નોમાં નુકશાન શું ? દીકરા માટે કેવી કન્યાને પસંદ કરવી કે જેથી સંસાર ત્રાસમય ન બની જાય ? વૈદિક ધર્મમાં લગ્નજીવનને પવિત્ર કેમ ગણાવ્યું છે ? - આ સિવાય પણ પૂજ્યશ્રીએ આપેલ સચોટ સમાધાનો વાંચવાથી ઘણી મુંઝવણો શાંત થઇ જશે.
Go To Page: