Click on top right corner of a book to start reading online.
About this book
બ્રહ્મનિષ્ઠ પૂજ્યશ્રીની નજરમાં નવી પેઢીનું બેહદ અધઃપતન (જાતીય પાપો અંગે) આવવાથી તેઓશ્રીનું કરુણાર્દ્ર હૃદય અવિરત રડવા લાગ્યું. નવી પેઢીના તનના, મનના આરોગ્યની સતત ચિંતા કરતા પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં બ્રહ્મચર્યનો અપૂર્વ મહિમા ગાયો છે અને અબ્રહ્મ પાપના આલોક - પરલોકના અનેક નુકશાનો સરળ - સ્પષ્ટ ભાષામાં વર્ણવ્યા છે.
કેટલાક જૂઠા પ્રચારોનો (પ્રો. રજનીશ વગેરેના) રદિયો ખુમારીવંત પૂજ્યશ્રીએ નિર્ભયતાથી સચોટ રીતે આપીને નવી પેઢીના સાચા માર્ગદર્શક બનવાનો સુયશ પ્રાપ્ત કર્યો છે.અબ્રહ્મના પાપે તન-મનની શક્તિઓનોે નાશ કરનાર ફરીથી તેજસ્વી, ઓજસ્વી બને તે માટે પૂજ્યશ્રીએ કેટલાક સચોટ ઉપાયોનું વર્ણન કર્યુ છે. આ ઉપાયોનું સેવન દ્વારા તે અચૂક સાચો સુખી બની શકશે.
વાસનાને શાંત પાડવાના બે સાચા માર્ગોનું (ભક્તિમાર્ગ + જ્ઞાનમાર્ગ) સવિસ્તર વર્ણન કરીને પૂજ્યશ્રીએ અજબગજબ ઉપકાર કર્યો છે.
આજના શિક્ષણમાં આ પુસ્તકનો અભ્યાસ (ધો. ૧૦થી આગળ) ફરજિયાત કરાવાય તો રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિના રક્ષકો તૈયાર થવાની પૂર્ણ શકયતા છે.
‘વીર્ય’ની મૂઠી ઉંચેરી તાકાત વર્ણવીને ‘વીર્યરક્ષા’ કરવાની હાર્દિક પ્રેરણા કરી છે.
અબ્રહ્મની કુટેવોથી ખરડાયેલી જાતને ફરીથી પવિત્ર બનાવવા માટે પૂજ્યશ્રીએ છેલ્લે ‘ઇશ્વર પ્રાર્થના’ લાગણીશીલ ભાષામાં વર્ણવી છે. પ્રભુ પ્રત્યે અંતરના અખૂટ વિશ્વાસ સાથે જો આવી પ્રાર્થના કરાય તો ‘રણ’ બનેલું જીવન અચુક ‘નંદનવન’ બની જશે.
Dhikkar thi jeet melava karta to vatsalya thi haar paamvi sari che..
Chandrashekharvijayji M.S.
Kam Khana...Gam Khana...Nam Jaana...
Chandrashekharvijayji M.S.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.
Chandrashekharvijayji M.S.
Tamari dainik nondhpothi ma: 1) Roj ek saro vichar tapkavo 2) Roj ek saru kam kari teni nondh karo
Chandrashekharvijayji M.S.
Sadguru pase tamara sagda papo nu prayschit karo. Pachi...Navu Prabhat...Navu Jeevan...
Chandrashekharvijayji M.S.
Shree Arihant Parmatma ni deshna no sar: Hey jiv! Tu bijana dukho ne dur karvano prayatna kar. Hey jiv! Tu tara dosho ne dur karvano prayatna kar.