Chaud Gunsthan

Total Pages: 362

Download Count: 847

Read Count: 6148

Click on top right corner of a book to start reading online.

About this book
આ ગ્રંથમાં ચૌદ ગુણસ્થાન ઉપર વિસ્તારથી વિચાર કરવામાં આવ્યો છે. દરેક ગુણસ્થાનની જે જે વિશેષતાઓ, માહિતીઓ વગેરે છે તેનો તે તે ગુણસ્થાનની વિચારણા વખતે સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. જૈન શાસ્ત્રોના અઢળક પદાર્થોને અહીં સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા છે. આ ગ્રંથનું મનન કરવાથી સુંદર કક્ષાનો શાસ્ત્રબોધ થશે. ચૌદ ગુણસ્થાનની સમજણ આપતાં પૂર્વે પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં અચરમાવર્તકાળ, ચરમાવર્તકાળ, યોગની પૂર્વસેવા, યોગ-બીજ, યોગદૃષ્ટિ વગેરે ઉપર ઉંડાણથી સમજ આપીને ખૂબ કમાલ કરી છે. સમ્યકત્વના પ્રકારો ઉપર સુંદર બોેધ રજૂ કર્યો છે. મિથ્યાત્વના પ્રકારો વર્ણવીને મિથ્યાત્વથી પાછા હટવાની મૂકપ્રેરણા કરી છે. ચૌદ ગુણસ્થાનની સમજણ આપ્યા બાદ શ્રાવકના ૨૧ ગુણો, ભાવશ્રાવકના લક્ષણો, શ્રાવક અને મહાશ્રાવકનો ભેદ, વિરત શ્રાવકધર્મની યોગ્યતા, શ્રાવકના ૧૨ વ્રતોનું સ્વરૂપ અને અતિચારો - વ્રતપાલનનું ફળ વગેરે દ્વારા શ્રાવક ધર્મને ખૂબ સુંદર શૈલીમાં સુપેરે આલેખ્યા છે. શ્રાવકની દિનચર્યા પણ વર્ણવી છે. દીક્ષાની યોગ્યતા, ગુરુ તરીકેની યોગ્યતા વિગેરે વાતો ‘યતિધર્મ’ના પ્રકરણમાં ખૂબ સુંદર રીતે રજૂ કરી છે. સાધુના પાંચ મહાવ્રતોનું સ્વરુપ વિસ્તારથી વર્ણવ્યું છે. ‘ગાગરમાં સાગર’ સમાન આ ગ્રંથના મનનપૂર્વક અભ્યાસથી જૈન શાસ્ત્રોના અનેક સિદ્ધાંતોનો જ્ઞાતા તે આત્મા અચૂક બની જશે.
Go To Page: