Click on top right corner of a book to start reading online.
About this book
શાસ્ત્રોનું મંથન કરીને શાસ્ત્રવેત્તા પૂજ્યશ્રીએ આ નાનકડી પુસ્તિકામાં અનેક ચિંતનામૃતો પીરસ્યા છે. આ ચિંતનોના મનનથી આત્મામાં જ્ઞાનપ્રકાશ પથરાય છે. પૂજ્યશ્રીના તે ચિંતનોમાંથી થોડા ચિંતનોનો રસાસ્વાદ માણીએ.
સુખ વહેંચશો તેમ વધશે, દુઃખ વહેંચશો (બીજાને માત્ર કહી દેવા રુપે) તેમ ઘટશે.
દુઃખથી જ ડરે તે પાકો સંસારી, પાપથી જે ડરે તે પાકા સંત.
પાપોથી ભયભીત થઇને જ ભગવાનનું શરણું લઇએ તો જ મોક્ષ મળે.
જગતના જીવોને જે આપશો તે પામશો. સુખ આપે તે સુખ પામે. દુઃખ આપે તે દુઃખ પામે.
ધર્મશાસન માત્ર વિચારોની શુદ્ધિથી ચાલે નહીં, તે માટે આચારશુદ્ધિ પણ એટલી જ અનિવાર્ય છે.
સર્વજીવમૈત્રી, જડ પ્રત્યે વિરાગ, પરમાત્મા - ભક્તિ, ધર્મશાસ્ત્ર પ્રત્યે કટ્ટર પક્ષપાત - આ ગુણો જેના જીવનમાં હોય તે મોક્ષનો આરાધક.
ધર્મશ્રવણ કરવાનો અધિકાર બે જ પ્રકારના માણસોને છે (૧) રાગદ્વેષને ખરાબ માનનારાઓને (૨) અમારા મનમાં રાગાદિને ખરાબ માનવાની વૃત્તિ જાગે તો સારું એવી તીવ્ર ભાવનાવાળાઓને.
જીવનની કાળી પળોમાં થઇ જતા કેટલાક ઉગ્ર પાપો આ જ જીવનમાં દુઃખો પ્રગટ કરીને માનવીને ‘ત્રાહિમામ્’ પોકરાવી દે છે.
ગૌરવવંતા ભૂતકાળમાં લોકોના ભોગમાં ય ત્યાગનાં દર્શન થતાં. આજે તો ત્યાગમાં ય ભોગના દર્શન થવા લાગ્યા છે.
Tamari dainik nondhpothi ma: 1) Roj ek saro vichar tapkavo 2) Roj ek saru kam kari teni nondh karo
Chandrashekharvijayji M.S.
Sadguru pase tamara sagda papo nu prayschit karo. Pachi...Navu Prabhat...Navu Jeevan...
Chandrashekharvijayji M.S.
Kam Khana...Gam Khana...Nam Jaana...
Chandrashekharvijayji M.S.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.
Chandrashekharvijayji M.S.
Shree Arihant Parmatma ni deshna no sar: Hey jiv! Tu bijana dukho ne dur karvano prayatna kar. Hey jiv! Tu tara dosho ne dur karvano prayatna kar.
Chandrashekharvijayji M.S.
Game teva sanyogo ma mast rehva ichta hov to! Tamara minus (dosho) juvo. Bija na plus (guno) juo.