Cinema No Tyag Karo

Total Pages: 52

Download Count: 195

Read Count: 1505

Click on top right corner of a book to start reading online.

About this book
જીૈહ = પાપ. પાપોની મા = સિનેમા. અનેક પાપો જીવનમાં સહેલાઇથી પ્રવેશી જાય જો ‘સિનેમા-પાપ’ જીવનમાં પ્રવેશી જાય. ‘સિનેમા તો આર્યપ્રજાની જીવાદોરી સમી સંસ્કૃતિની ઘોર ખોદી નાખનારું અત્યંત ભયાનક શસ્ત્ર છે.’ પુસ્તકના બીજા પૃ. ઉપરનું પૂજ્યશ્રીનું લખાણ કેટલું સચોટ છે. આ પુસ્તક પૂજ્યશ્રીએ લગભગ ૩૦ વર્ષ પૂર્વે લખ્યું છે. આજે તો કેટલા બિભત્સ સિનેમાઓ રજૂ થાય છે, તે મારે જણાવવાની જરુર નથી. “જે યુવાનો જેલમાં છે તેમાંથી અનેકે કબૂલ કર્યુ છે કે સિનેમા જોયા પછી જ એમને ચોરી કરવાની ઇચ્છા થઇ હતી. શીલ અને સદાચારને પોતાનો પ્રાણ માનતી આર્યસંસ્કૃતિના ગળે આ સિનેમાએ ટૂંપો દીધો છે.” પ્રસ્તુત પુસ્તકના પૂજ્યશ્રીના આ વાકયો ખૂબ જ અસરકારક પૂરવાર થાય તેમ છે. પૂજ્યશ્રી ઘણીવાર પ્રવચનમાં ફરમાવે છે કે ‘ઘરમાં ઝેરી સાપ ફરતો રાખવો સારો પણ ટી.વી. રુપી રાક્ષસનો ઘરમાં પ્રવેશ નહીં જ સારો.’ આજે જયારે વાલીઓને જ સિનેમા જોવાનો ભરપૂર શોખ જાગ્યો હોય ત્યારે તેઓ સંતાનોના સુસંસ્કારોની જાળવણી માટે કેટલા સાવધ રહેશે ! તે લાખ રૂપિયાનો પ્રશ્ન છે. ઓ વાલીઓ ! તમારા સંતાનને કમસે કમ તમારા ‘પૂજક’ બનાવવા હોય તો પણ તમારે સિનેમા - પાપને દેશવટો આપવો જ રહ્યો.
Go To Page: