Dashvaikalik Sutra

Total Pages: 124

Download Count: 507

Read Count: 6883

Click on top right corner of a book to start reading online.

About this book
શ્રી દશવૈકાલિક આગમની આ ચૂલિકામાં સંયમજીવનમાં સાધુને સ્થિર કરવા માટેના ૧૮ સ્થાનો (ચિંતનો) બતાડવામાં આવ્યા છે. તેની ભૂમિકામાં કહ્યું છે કે, ‘ઓ શ્રમણ ! તું સંયમજીવનમાં અસ્થિર થયો છે, પણ તું તેની ચિન્તા કરીશ નહીં. તારા કલ્યાણમિત્ર તરીકે મારે તનેં ૧૮ વાતો કરવી છે.’ સાધુને સંયમમાં જ સ્થિર કરવા માટેની આ ૧૮ વાતો પૂજ્યશ્રીએ ખૂબ લાગણીશીલ શૈલીમાં વર્ણવી છે, જે વાંચતા સંયમના પરિણામોથી ભ્રષ્ટ થયેલ સાધુને પુનઃ સંયમમાં રતિ થઇ જાય. શ્રમણ ! તું ગૃહસ્થ બનીશ તો આલોકના સુખો મળશે પરન્તુ સાધુપણામાં જીવીને અને મરીને તને જે સ્વર્ગ, મોક્ષના સુખો મળવાના છે તેની સામે તો આલોકના સુખો અને તેના સાધનો એકદમ હલકા છે, તુચ્છ છે. શ્રમણ ! લીધેલી દીક્ષાને છોડવી એટલે ખાધેલા દૂધપાકની ઉલટી કરીને ચાટવો... શું આ સારું કામ છે ? શ્રમણ ! દીક્ષાનો ત્યાગ એ બહુ ભયાનક કોટિનું પાપ એટલા માટે છે કે તેમાં અરિહંત, સિધ્ધ, સાધુ, ધર્મ અને સ્વાત્માની સાક્ષીએ લીધેલા પાંચ મહાવ્રતોનો ભાંગીને ભૂકો કરવાનો છે. શ્રમણ ! ગૃહસ્થજીવન સ્વીકાર્યા બાદ વિષમ કર્મોના ઉદય તો થયા જ કરવાના છે. આ તીવ્ર અસમાધિમાં તને ત્યારે સમાધિ કોણ દેશે ? શ્રમણ ! ગૃહપ્રવેશ કરતાં તારા મનમાં ૨૫, ૩૦, ૪૦ વર્ષ સંસારમાં ભોગસુખો ભોગવી શકાશે, એવો ખ્યાલ છે, પણ આ તારો ભ્રમ છે. કેમકે કોનું કેટલું આયુષ્ય છે તે સર્વજ્ઞ સિવાય કોઇ કહી ન શકે. આવી વિવિધ ૧૮ વાતો આ ચૂલિકામાં રજુ થઇ છે.
Go To Page: