Dayalu Bano

Total Pages: 72

Download Count: 93

Read Count: 571

Click on top right corner of a book to start reading online.

About this book
અનંત અરિહંતની જનેતા ‘કરુણા’ ગુણને આ નાની પુસ્તિકામાં વર્ણવવા પૂજ્યશ્રીએ સુંદર પ્રયાસ કર્યો છે. જૈન શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ‘ઓ જીવ ! જો તેં તારા જીવનમાં દીન દુઃખિતોનો ઉધ્ધાર નહીં કર્યો હોય તો તારો જન્મારો એળે ગયો સમજજે.’ ગરીબોની દુવા, ધર્મગુરુના આશીર્વાદ અને પરમાત્માની ભક્તિથી જીવનમાં જે અમૂલ્ય ત્રણ વસ્તુની પ્રાપ્તિ થાય છે તે જાણવા આ પુસ્તક ખોલવું જ રહ્યું. ગરીબોની દુવા લેવાથી બંધાયેલ ઉગ્રપુણ્યોદયે (તરત ફળ આપનારું પુણ્ય) પુત્રની જીવલેણ બિમારી વિદાય થઇ ગઇ. આ દૃષ્ટાંત ખૂબ મનનીય છે. જે બીજાના દુઃખો દૂર કરે છે તે વાસ્તવમાં પોતાની ઉપર ત્રાટકનારા ભાવિ દુઃખો દૂર કરે છે. ભાવિમાં વિશ્વોધ્ધારક પરમાત્મા દીક્ષા પૂર્વે શા માટે એક વર્ષ સુધી વર્ષીદાન આપે છે, તેનું પૂજ્યશ્રીએ જે સચોટ સમાધાન આપ્યું છે તે જાણવા માટે આ પુસ્તિકાના પદાર્થો અવશ્ય જાણવા જ રહ્યા. શ્રી કલ્પસૂત્ર (આગમગ્રન્થ)ની ટીકામાં સ્પષ્ટ જણાવાયું છે કે ‘જેના હૈયામાં કરુણાના ઝરણાં ખળખળ વહી જતાં નથી તેના હૈયામાં તપ, ત્યાગ, વ્રત, જપ વગેરે ધર્મોના અંકુરા શી રીતે ઉગી શકે?’ માટે સૌ પ્રથમ ‘કરૂણા’ ગુણ ખીલવો. પૂજ્યશ્રીએ દુઃખના મૂળમાં ‘સુખરાગ’ જણાવીને સુખો પર કરડી નજર કરવાની ખાસ ભલામણ કરી છે. આ સંસારી સુખનો રાગ પોતાને પાપી બનાવે અને બીજાને દુઃખી બનાવે (જાતને દયાળુ ન બનાવે), માટે ‘સુખરાગ’ જ દુઃખમય સંસારનું મૂળ છે.
Go To Page: