Click on top right corner of a book to start reading online.
About this book
શીલ ધર્મની પ્રતિષ્ઠા ખાતર આચાર્ય ભગવંત કાલકસૂરિજી ધર્મયુધ્ધ લડયા જ હતા ને ? મુનિરક્ષા કાજે મન્ત્રીશ્વર વસ્તુપાળે રાજની સામે માથું ઉંચકયું જ હતું ને ? યુધ્ધ જો થવાના જ હોય તો આવા ધર્મયુધ્ધો થવા જોઇએ. પણ અફસોસ ! આજના બુધ્ધિજીવીઓને ખપે છે, પક્ષયુધ્ધો, પક્ષ માટે જ એમણે ઝઝૂમવું છે. ધર્મ સાથે જાણે કે એમની ઝાઝી નિસ્બત જ નથી.
જયાં પક્ષવાદ પેઠો છે ત્યાંથી ધર્મવાદે, રાષ્ટ્રવાદે, પ્રજાહિતવાદે વિદાય લીધી છે. ‘સ્વપક્ષનો નાલાયક પણ છાવરવાને યોગ્ય’ - આ છે અંધ પક્ષપરસ્તીની વિઘાતક મનોદશા.
પક્ષયુધ્ધની વિનાશકતાને આ બુધ્ધિજીવીઓ નજરમાં લાવે તો સારું, જેથી શ્રી જિનશાસન ઘણાં બધાં અહિતોના ઓળામાંથી ઉગરી જાય.
પક્ષયુધ્ધ ખેલનારા તત્વો વિપક્ષની અનિચ્છનીય વાતો સામે જ યુધ્ધે ચડતા નથી પરંતુ એની સારી, સાચી અને શાસ્ત્રીય વાતોની સામે પણ બાંયો ચડાવી દે છે. કેમકે એમનો તો એક જ ન્યાય છે, વિપક્ષની બધી વાત સામે વિરોધ કરવો.
શાસનના યોગક્ષેમ ખાતર પોતાનું સર્વસ્વ અર્પી દેવાની વૃત્તિ પક્ષવાદીઓમાં ભાગ્યે જ પ્રગટ થતી હોય છે.
પૂજ્યશ્રી પોતાની હૈયાવરાળ ઠાલવતા લખે છે કે, ‘શ્રી જિનશાસનના અભ્યુદયનું દર્શન કરવું હોય તો આ પક્ષયુધ્ધને ખતમ કરવું જ પડશે. જેને યુધ્ધ કરવાની ટેવ જ પડી હોય તેઓ ધર્મયુધ્ધમાં ભરતી થઇ જાય એ જ વર્તમાન સમયની સૌથી મોટી માંગ છે.’
Game teva sanyogo ma mast rehva ichta hov to! Tamara minus (dosho) juvo. Bija na plus (guno) juo.
Chandrashekharvijayji M.S.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.
Chandrashekharvijayji M.S.
Tamari dainik nondhpothi ma: 1) Roj ek saro vichar tapkavo 2) Roj ek saru kam kari teni nondh karo
Chandrashekharvijayji M.S.
Dhikkar thi jeet melava karta to vatsalya thi haar paamvi sari che..
Chandrashekharvijayji M.S.
Shree Arihant Parmatma ni deshna no sar: Hey jiv! Tu bijana dukho ne dur karvano prayatna kar. Hey jiv! Tu tara dosho ne dur karvano prayatna kar.