Gorao No Bhavi Plan

Total Pages: 68

Download Count: 834

Read Count: 6888

Click on top right corner of a book to start reading online.

About this book
ભારત-પાકિસ્તાન વગેરે સ્વરૂપ અખંડ ભારતની ધરતીને હંમેશ માટે પોતાના કબજે કરવાના ઇરાદાથી જ ગોરાઓએ ભારતના બે ટૂકડા કર્યા. હિન્દુ-મુસ્લિમ એવી બે પ્રજાને સ્વરાજ દેવાના તરકટ નીચે લડાવી મારીને ભારતીય પ્રજા, ભારતીય સાંસ્કૃતિક વ્યવસ્થાને તોડીફોડીને ખતમ કરી નાંખી. હાલ તો ગોરાઓએ મલ્ટીનેશનલ કંપનીઓ, વર્લ્ડ બેંક, ડબલ્યુ.ટી.ઓ. વગેરે દ્વારા ભારતીય પ્રજાની જીવાદોરી સમી અર્થવ્યવસ્થા તોડી નાંખી છે. ધર્મ તો ક્યારનો ‘સેક્યૂલર’ના સિધ્ધાન્તથી તોડી પડાયો છે. પૂજ્યશ્રી આ પુસ્તકમાં હૈયાના કાળા ગોરાઓની મેલી મુરાદને પૂરી નિર્ભીકતાથી ઉઘાડી પાડી છે. પૂજ્યશ્રી લખે છે કે, ‘હવે ભાવી ભારત ગુલામ અને ભીખારી બનશે. એ ગોરાઓ આ ભારતને ઇસાઇધર્મી ભારત બનાવ્યા વિના નહિ જંપે.’ પૂજ્યશ્રી એ આશાવાદ પણ વ્યક્ત કર્યો છે કે ‘ગોરાઓનું આ બધું ગણિત ધર્મમહાસત્તા છિન્નભિન્ન કરીને રહેશે. કાં વિશ્વયુધ્ધ, કાં કુદરતી કોપો - બે માંથી કોક તો ત્રાટકશે જ. પછી સાચા અને ભવ્ય ભારતનો ઉદય થશે.’ પૂજ્યશ્રી તમામ જૈનોને ખાસ ભલામણ કરે છે કે, ‘તમારા દાનનો પ્રવાહ અત્યારે માત્ર ચાર જગ્યાએ જ વાળો : (૧) જીવદયા (૨) સાધર્મિક (૩) ગરીબો-અજૈનો (૪) નવી પેઢીનું સંસ્કરણ.’ કાળ પારખીને પૂજ્યશ્રીનું શાસ્ત્રાનુસારી જ આ નિરૂપણ છે. છેલ્લા પ્રકરણમાં ભારતીય પ્રજાના હિતમાં પૂજ્યશ્રીએ ઉંડા મનોમંથન બાદ જે દસ મુદૃા જણાવ્યા છે તે ખરેખર ખૂબ જ યોગ્ય છે.
Go To Page: