Jaanva Jevu Part-1

Total Pages: 167

Download Count: 697

Read Count: 5559

Click on top right corner of a book to start reading online.

About this book
પૂજ્યશ્રીએ આ પુસ્તક-રત્નમાં વિવિધ વિષયો ઉપર ખૂબ સુંદર પ્રકાશ પાડ્યો છે. ગોરા લોકો પોતાના રાષ્ટ્ર માટે એટલું ભારે ઝનૂન ધરાવે છે કે તે માટે ક્રોડોની કતલ કરતાં તેઓ અટકતાં નથી; આ હકીકતને પૂજ્યશ્રીએ ‘રાષ્ટ્રપ્રેમ કરતાં માનવપ્રેમ ચડિયાતો છે’ - પ્રકરણમાં ઉઘાડી પાડી છે. લોકશાહી - વ્યવસ્થાનો ઘોડો લંગડો છે. જે તે ધુરંધર જોકીઓ બેસશે તો પણ આ પ્રજાનો કદી ઉધ્ધાર થવાનો નથી. જ્ઞાતિવ્યવસ્થાના નીતિનિયમો સર્વજનસુખાય અને સર્વજનહિતાય હતા. વિદેશ (યુરોપ) જવા બદલ ગાંધીજી જ્ઞાતિ બહાર થયા હતા : તેમને પ્રાયશ્ચિત કરવું પડ્યું હતું. પરંપરાગત વ્યવસ્થાઓમાં ‘બાળવિવાહ’ શા માટે થતા હતા ? આ અંગે પૂજ્યશ્રીએ તર્કસંગત શૈલીથી સચોટ સમાધાન આપ્યું છે. નારી વિધવા થાય તો તે પુનર્લગ્ન કરી શકે કે નહિ ? આ અંગે પૂજ્યશ્રીએ સુંદર વિચારણા રજૂ કરી છે. સમૂહ-લગ્ન પ્રથા યોગ્ય છે કે નહિ ? આ અંગે પૂજ્યશ્રીએ સુંદર લેખ લખ્યો છે. ગોરાઓએ શોધી કાઢેલી ભોગસુખાભિમુખ પ્રગતિ (?) ના સ્ટીમરોલરે વાળેલા ભયાનક કચ્ચરઘાણનો પૂજ્યશ્રીએ જીવંત ચિતાર રજુ કર્યો છે. મેનકા ગાંધીની તદૃન વાહિયાત વાતને (દૂધ લોહી છે; માટે ન પીવાય) અનેક દલીલો દ્વારા પૂજ્યશ્રીએ તોડી પાડી છે. જૈનો લઘુમતીમાં જઇ શકે કે નહિ ? આ વાતનો પૂજ્યશ્રીએ પૂરી સ્પષ્ટતા સાથે ખુલાસો આપ્યો છે. આ સિવાય પુસ્તકના અનેક ચિંતનો દ્વારા ઘણું સમજવા મળે છે.
Go To Page: