Jain Dharma Na Marmo

Total Pages: 206

Download Count: 216

Read Count: 796

Click on top right corner of a book to start reading online.

About this book
વર્તમાન દેશ-કાળને નજરમાં રાખીને પૂજ્યશ્રીએ શાસ્ત્રોક્ત પદાર્થોને ભારે બહુમાનપૂર્વક આ પુસ્તકરત્નમાં આલેખ્યા છે. ત્રિકાળજ્ઞાની પરમાત્માના વચનો - રાત્રિભોજન નરકનું દ્વાર છે, બટાટામાં અનંતા જીવો છે - વગેરે સામે લોજિકની જરુર નથી.દેવાધિદેવ પ્રભુ મહાવીરે આખા વિશ્વના કલ્યાણ માટે સાડા બાર વર્ષની ઘોર તપશ્ચર્યા કરી. આથી જ આપણને તેમના પ્રત્યે અહોભાવ જાગે છે. પ્રભુ મહાવીરે વિરતિ ધર્મ દ્વારા જ વિશ્વનું સાચું કલ્યાણ જોઇને તે ધર્મ સ્વીકારનારા ન મળવાથી પ્રથમ દેશના પડતી મૂકીને પ્રભુ ચાલી નીકળ્યા હતા. પૂજ્યશ્રી ખુબ સુદંર વાત લખે છે ‘મુનિની સૂક્ષ્મની સાધનાની નિષ્કિયતામાં જ પ્રચંડ સક્રિયતા પડેલી છે. સૂક્ષ્મનું સહેલાઇથી સર્જન કરી આપે છે ‘ઇશની શરણાગતિ’ અરિહંતના ચરણોમાં વારંવાર શરણ લઈ લેવાની કળા જે મુનિઓ સિદ્ધ કરી લેતા નથી એમનું જીવન સ્થૂળ બળોના ફાસલામાં આવી જઇને રહેંસાઇ ગયા વિના રહેતું નથી. કેવળજ્ઞાન દ્વારા ચાર ગતિનો સાક્ષાત્‌કાર થયા બાદ પ્રભુએ કહ્યું કે, હે માનવ તું મહાન છે. (મણુઆ તુમેવ સચ્ચં !). મહાન માનવજીવન પણ અજ્ઞાનતા કે આસકિતથી બરબાદ ન થાય તે માટે ખૂબ સાવચેતી રાખવાનું પૂજ્યશ્રી જણાવે છે. જૈન ધર્મની ‘સ્યાદ્વાદ’ શૈલીને સમજાવવા પૂજ્યશ્રીએ આગવી છણાવટ આ પુસ્તકમાં કરી છે. મનને સમાધિ આપે તેવો વિચાર શોધી આપીને ‘સ્યાદ્વાદ’ શાંતિ આપવાનું કામ કરે છે.
Go To Page: