Jain Itihas Ni Zalako

Total Pages: 210

Download Count: 1469

Read Count: 6723

Click on top right corner of a book to start reading online.

About this book
જૈન શાસનના ઇતિહાસના અનેક પાત્રોની અનેક અ-શ્રુત વાતો આ ઝલકોમાં તમને વાંચવા મળશે. તેમાંથી નિત-નવી સુંદર જીવન જીવવા માટેની પ્રેરણા મળશે. જૈનોનો ભૂતકાળ કેટલો ગૌરવવંતો હતો? તેમાં બનેલી ઘટનાઓ કેટલી જીવંત છે ? કેટલી બોધપ્રદ છે ? એની જોરદાર પ્રતીતિ પૂજ્યશ્રી લિખિત આ પુસ્તક-વાંચનથી થયા વિના રહેશે નહીં. કુમારપાળ અને નૃપસિંહની ઝલકમાં પિતા કુમારપાળે પુત્રમાં કેવા સુંદર સંસ્કારોનું સિંચન કર્યુ હતું ! તે જાણવા મળશે. રાવણની અપૂર્વ પ્રભુભક્તિ જાણ્યા બાદ તેને અધમ કહેવાનું મન નહીં થાય. પ્રભુ મહાવીરે ‘સુલસા’ને ધર્મલાભ કહેવડાવ્યા ત્યારે સુલસાનો આનંદ અપાર બન્યો. નાગશ્રીએ કડવી તુંબડીનું શાક ધર્મરુચિ અણગારને જાણી બુઝીને વહોરાવ્યું તો તેના ફળરુપે તેનું દીર્ઘ કાળ સુધી સંસારભ્રમણ વધી ગયું. અનંતકાળ પછી કેવળી બનનારો ગોશાલક તેની પ્રથમ દેશનામાં કહેશે કે, ‘તમે કદી પણ ધર્મગુરુની નિંદા કે આશાતાના કરશો નહીં, નહીં તો મારા જેવા ભયંકર હાલ - હવાલ થશે.’ કીર્તિધર અને સુકોશલની કથામાં સંસારની ભયંકર સ્વાર્થમમતાનું હૂબહૂ દર્શન થાય છે. પાપ-પશ્ચાત્તાપ પ્રતાપે મુનિહત્યારા રાજા યમુને પણ આત્મકલ્યાણ કર્યુ. અનેક સુંદર ઝલકો ખૂબ પ્રેરણાદાયી છે, જીવનના રુપ-રંગ બદલી નાખનારી છે.
Go To Page: