Jain Tatvaghyan Saral Bhasha Ma

Total Pages: 250

Download Count: 3755

Read Count: 16237

Click on top right corner of a book to start reading online.

About this book
ચાર અનુયોગમાં શ્રેષ્ઠ દ્રવ્યનુયોગને કહ્યો છે. આમાં છ પદાર્થોનું સ્વરૂપ-વર્ણન વિસ્તારથી આવે છે. આત્મા એટલો બધો તન્મય બને કે તે અપૂર્વ કર્મક્ષય કરે. ધર્મગ્રંથો ઉપર સદ્‌ગુરૂની પાસે પ્રવચનો સાંભળવાથી જીવને જરૂર ખૂબ લાભ થાય પરંતુ તેથી ઘણો વિશેષ લાભ દ્રવ્યાનુયોગ સ્વરૂપ જીવવિચાર, નવતત્વ, કર્મગ્રંથો, કમ્મપયડી, બૃહત્સંગ્રહણી વગેરે ગ્રંથોના અધ્યયનથી થાય. પૂજ્યશ્રીનું આ પુસ્તક દ્રવ્યાનુયોગનું પુસ્તક છે. આ પુસ્તકમાં આત્મા વગેરે ષટ્‌સ્થાનો ઉપર દુઃખી કરતાં કામ, ક્રોધ, ઇર્ષ્યા, અતૃપ્તિ વગેરે દોષોવાળો શ્રીમંત દોષોથી વધુ દુઃખી છે. પ્રભુ ભક્તિના બે લક્ષણો (૧) તે ભક્તને ભગવાન બનવાની ઇચ્છા હોતી નથી, કારણ કે ભગવાન બન્યા બાદ ‘પ્રભુભક્તિ’નો આનંદ મળવાનો નથી. (૨) તે ભક્તને ભગવંતનો વિરહ ખૂબ સાલતો હોય છે. વિજ્ઞાનવાદ, જડવાદ, ભોગવાદ એટલી ઝડપથી જગતને ઘેરી ચૂક્યા છે કે જગતકલ્યાણ, રાષ્ટ્રકલ્યાણ શક્ય નથી. આ વાવાઝોડામાં તમે પોતે તમને જ સાચવી લો તો ય ભયો ભયો ! વવરણ છે. તે પછી તે અંગેના ચિત્રપટો-આત્મા, અષ્ટકર્મ, ચૌદ ગુણસ્થાન, આત્માનો વિકાસક્રમ, ચોૈદ રાજલોક, સમ્યક્ત્વ-પ્રાપ્તિની પ્રક્રિયા, અઢીદ્વીપ તથા કાળચક્રના ચિત્રપટો ઉપર ખૂબ સુંદર વિવરણ કર્યું છે. ગ્રંથની શરૂઆતમાં પૂજ્યશ્રીએ તારક પરમાત્મા મહાવીરદેવને યાદ કર્યા છે, જેમણે સર્વજ્ઞ બનીને બઘા અનુયોગો અને તેમાં અઢળક પદાર્થો જણાવ્યા છે. પૂજ્યશ્રીનું આ પુસ્તક ખૂબ સરળ ભાષામાં લખાયેલું છે. ઘણું ભણવા-વાંચવાની પ્રવૃતિ નષ્ટપ્રાયઃ થઇ હોવાથી અને ક્લિષ્ટ ભાષામાં સમજણ ઓછી પડવાથી આ વિવેચન તે બધી વાતને લક્ષમાં રાખીને જ કરવામાં આવ્યું છે. આથી જ સૂક્ષ્મ પદાર્થોને ખૂબ સરળતાથી આ પુસ્તકમાં પીરસવાનો પૂજ્યશ્રીએ સ્તુત્ય પ્રયાસ કર્યો છે. (૧) આત્મા છે (૨) તે નિત્ય છે (૩) કર્મનો કર્તા છે (૪) કર્મનો ભોક્તા છે (૫) મોક્ષ છે (૬) તેનો ઉપાય છે - આ ષટ્‌સ્થાનો ઉપર પૂજ્યશ્રીએ વિસ્તૃત વિવેચન કમાલ શૈલીમાં કર્યું છે.
Go To Page: