Jainam Jayati Shashanam

Total Pages: 66

Download Count: 103

Read Count: 513

Click on top right corner of a book to start reading online.

About this book
વૈ.સુ. ૧૦મના દિવસે જેમની સાડા બાર વર્ષની અઘોર સાધના પૂર્ણ થવાથી જેઓ વીતરાગ, સર્વજ્ઞ અને સર્વદર્શી બન્યા .વૈ.સુ. અગિયારસના દિવસે જે પરમકૃપાળુ દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીરે વિશ્વહિતકર શાસનની સ્થાપના કરી. આ પરમાત્માનું લોકોત્તર ઐશ્વર્ય, એમનું સર્વોચ્ચ વિભૂતિત્વ, એમની વિરાટ શક્તિઓ, એમનું વીતરાગત્વ અને સર્વજ્ઞત્વ વગેરે જો ખૂબ સારી રીતે સમજાઇ જાય તો એમણે સ્થાપેલા શાસનનું મૂલ્ય અંતરમાં ઠસી જાય. શ્રી તારક પરમાત્માએ સ્થાપેલ શ્રી શાસન અને શ્રી સંઘની, પ્રકાશેલા શાસ્ત્રોની, જણાવેલી સંપત્તિની અને ઉદૃ્‌ેશેલા ધર્મની ઊંડાણથી વિચારણા કરીશું તો આશ્ચર્ય એના સીમાડા ઓળંગી જતું લાગશે. સંસ્થાઓ અને બહુમતવાદ -પ્રકારણમાં પૂજ્યશ્રી ખૂબ સુંદર વાત લખે છે કે “દેેવાધિદેવ તીર્થંકર પરમાત્મા શાસનપતિ મહાવીરસ્વામીજીએ સ્થાપેલા ચતુર્વિધ સંઘની કોઇ પણ વ્યકિત ન તો બહુુમતિથી એનો નિર્ણય લે; ન તો સર્વાનુમિતથી. એનો નિર્ણય તો માત્ર જિનમતિથી હોય. શાસ્ત્રમતિથી હોય. ભલે પછી તેની સામે આખું ય વિશ્વ ઉભું હોય.” જિનશાસનને ટકાવવું હોય તો આપણે જિનમતિને જ વફાદાર રહેવું પડશે, એના સમર્થ જ્ઞાતાઓની દોરવણી નીચે કામ કરવાના સોગંદ લેવા પડશે. શાસન નામની સંસ્થાને નિરપેક્ષ બનીને નવી નવી જે સંસ્થાઓ ઉભી થઇ છે તે સંસ્થાઓ ગીતાર્થોનું સમુચિત માર્ગદર્શન નહિં મેળવે તો જિનશાસનને ખૂબ નુકશાનકારી સાબિત થશે; થઇ રહી છે.
Go To Page: