Kothasuz Bano

Total Pages: 44

Download Count: 434

Read Count: 4938

Click on top right corner of a book to start reading online.

About this book
માણસ બનવા માટે સૌ પ્રથમ કોઠાસૂઝ બનવું પડશે. કોઠાસૂઝ એટલે અતુચ્છમતિ, ગંભીરમતિ, સૂક્ષ્મદર્શી. કોઠો એટલે ? શિષ્ટપુરુષનું વચન. શિષ્ટપુરુષોની સૂઝ પ્રમાણે બુધ્ધિને દોરવનાર માણસ કોઠાસૂઝ કહેવાય. દરેક વાતમાં કોઠાસૂઝ માણસ ઉંડાણથી ચિંતન કરે, ચિંતન કરતાં જે નિર્ણય થાય તેની સાથે શિષ્ટ પુરુષોના વચનનો તાળો મેળવે. ગણિત સાચું સાબિત થાય પછી જ તે આગળ ડગ ભરે. જેટલો સુંદર આશય જોઇએ એટલી જ સુંદર પ્રવૃત્તિ જોઇએ. જેની પાસે કોઠાસૂઝ નથી, અર્થાત્‌ જે સૂક્ષ્મબુધ્ધિનો સ્વામી નથી તે ઘણી વાતોમાં મોટુ અહિત કરતો હોય છે. કાં સૂક્ષ્મચિંતક બનો.... લાંબુ અને ઊંડું ગણિત કરતાં શીખો, કાં.... બધા જ પ્રકારના નેતાપદેથી રાજીનામું આપો. હાથમાં માળા પકડી લઇને ભગવાનના નામનો જપ કરીને આત્મકલ્યાણ સાધો. પૂજ્યશ્રીએ નાનકડી પુસ્તિકામાં આગવું ચિંતન રજૂ કર્યુ છે. સુરિપુરંદર આચાર્ય ભગવાન શ્રીમદ્‌ હરિભદ્રસૂરિજી મહારાજાએ અષ્ટક પ્રકરણમાં કહ્યું છે કે, ‘ધર્મ કરવામાં પણ સૂક્ષ્મબુધ્ધિની સહાય હોવી જરુર છે. જો સ્થૂલ - જાડી બુધ્ધિથી ધર્મ કરવામાં આવશે તો ઘણી વાર એવું બની જશે કે ધર્મબુધ્ધિથી થતો ધર્મ, ચોખ્ખો અધર્મ બની જશે.’
Go To Page: