Mahamaree

Total Pages: 142

Download Count: 118

Read Count: 526

Click on top right corner of a book to start reading online.

About this book
જીવની હિંસા તે મારિ છે. સંસ્કૃતિની હિંસા તે મહામારિ છે. મહામાનવોથી ઘડાયેલી સાંસ્કૃતિક જીવનપધ્ધતિ ઉત્તમ પ્રકારની હતી. જયારે આજની પ્રાગતિક (?) જીવનપદ્ધતિ લોકોને મલિન બનવાની ફરજ પાડે છે. પૂજ્યશ્રીએ ગોરાઓની ભેદી રાજરમતો ખુલ્લી પાડવાનો આ પુસ્તકમાં સુપ્રયત્ન કર્યો છે. લુચ્ચા ગોરાઓએ ‘બિન સાંપ્રદાયિકતા’ (લઘુમતીવાળા બધા સંપ્રદાય મનાય માટે એમનું અસ્તિત્વ બિનજરુરી છે) શબ્દ પ્રયોજીને ભાવિમાં બહુમતીવાળા ઇસાઇ ધર્મને ભારતમાં સ્થાપવાની ભેદી સુરંગ ગોઠવી દીધી છે.’ પહેલાં પ્રજાનું હિત જોવાતું હતું, હવે દેશનું હિત જોવાય છે. બહુમતીના ખેરખાંઓ દેશનું હિત જુએ છે. બહુમતીનો અર્થ : ‘રાષ્ટ્ર આબાદ અને પ્રજા બરબાદ.’ વિજ્ઞાન, પ્રગતિ, જમાનાના નામે બહુમતવાદના જોર પર બધું આ દેશમાં ધમધોકાર ગોઠવાતું જાય છે. ‘જયાં બહુમતીનું બળ છે, ત્યાં પશુનું બળ છે’ એમ ગાંધીજી કહેતા. ચૂંટણી એ ભયંકર તત્વ છે. ચૂંટણીના બહાના હેઠળ જૈનસંઘમાં ‘સંઘસત્તા’ ખલાસ થઇ ગઇ. પહેલાં શ્રી સંઘ ટ્રસ્ટીઓને પસંદ કરતો હતો. નવું બોડી ખરાબ ન માટે તેઓ ઇલેકશન (ચૂંટણી) નહીં પણ (સિલેકશન=પસંદગી) કરતા હતા. આ પ્રથાનું પુનઃ અમલીકરણ થાય તો ‘સંઘ’ના વિવિધ કાર્યો સુપેરે પાર પડી જાય. ધર્મવાદ સામે જમાનાવાદ ઉભો કરાયો છે. જમાનાવાદી તત્વોએ ઘરડાઘરો (સંસ્કાર વ્યવસ્થાનો વિનાશ) ઉભા કરીને કાળો કેર વર્તાવ્યો છે. પૂજ્યશ્રીએ ખૂબ મર્દાનગી વાપરીને અશુભ બાબતોેને જલદ ભાષામાં પડકારી છે.
Go To Page: