Mahapanth Na Ajwala

Total Pages: 112

Download Count: 189

Read Count: 1552

Click on top right corner of a book to start reading online.

About this book
દીક્ષા લેવા માત્રથી આત્મકલ્યાણ નથી થતું પણ દીક્ષાનું સુપાલન કરવાથી આલોક, પરલોક સુધરવા દ્વારા પરમલોક તરફ પ્રગતિ થાય છે. પૂજનીય શ્રમણો સંયમજીવનમાં તો જ પ્રગતિ કરી શકે જો તેઓને પૂ. ગુરુવર્યો તરફથી વાચના (હિતશિક્ષા) દાન સતત મળતું રહે. પૂજનીય શ્રમણોને અનુલક્ષીને આ પુસ્તકમાં પૂજ્યશ્રીએ અદ્‌ભુત ચિંતન-ગંગા વહાવી છે. આ ચિંતન-ગંગામાં સ્નાન કરનાર પુણ્યાત્મા જરૂર આ દીક્ષાજીવન દ્વારા મોક્ષની નજીક પહોંચવામાં સમર્થ બની શકશે એ તદૃ્‌ન સત્ય હકીકત છે. જેનો જોરદાર પુણ્યોદય હોય તે જ પુણ્યાત્મા આવા ચિંતનોનું મનન કરવા દ્વારા દુઃખમય સંસારયાત્રા પર ‘પૂર્ણવિરામ’ મૂકવા કૃતનિશ્ચયી બની શકે છે. ‘આધ્યાત્મિક વિકાસમાં છ વિઘ્નો’ પાંચમા પ્રકરણમાં દર્શાવેલ આ છ વિઘ્નો જો ‘આત્મસાધક’ સતત દ્રષ્ટિપથમાં રાખે તો ઘણા બધા અપાયોથી જાતને મુક્ત રાખવામાં સફળ બની શકે. આત્મસાધકના જીવનમાં ‘અતિ બૂરું શું ?’ તે જાણવા આ પુસ્તકને તમારે ખોલવું જ પડશે. પૂ. શ્રમણના તનના આરોગ્યની પણ કાળજી કરવા માટે માતાના હેતથી પૂજ્યશ્રીએ તન-આરોગ્ય જાળવવા માટે પણ કેટલાક જરૂરી સૂચનો જે કર્યા છે તે ખૂબ જ ઉન્નત વિચારસરણી છે. પૂજ્યશ્રીએ ખરેખર કમાલ કરી છે. જો આ પુસ્તકનું પૂ. શ્રમણો દ્વારા મનન થાય તો મુખ પર શ્રમણતેજ ઝળક્યા વિના ન રહે.
Go To Page: