Munijeevan Ni Balpothi Part-3

Total Pages: 330

Download Count: 339

Read Count: 4508

Click on top right corner of a book to start reading online.

About this book
વિ.સં. ૨૦૩૭ના અંતરીક્ષજી તીર્થના ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ પૂ. સાધુ - સાધ્વીજી ભગવંતોને આપેલી વાચનાઓનો આ પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. પૂજ્યશ્રીએ શાસ્ત્રોક્‌ત મુનિનું સુંદર સ્વરૂપ વર્ણવ્યું છે. મુનિજીવનની પ્રાણ સમી દશ સામાચારીનું સ્વરુપ સરળ ભાષામાં સમજાવ્યું છે. મુનિએ આહારની બાબતમાં રાખવાની કાળજી અંગે પૂજ્યશ્રીએ સરસ માર્ગદર્શન આપ્યું છે. જીવમાત્ર સાથે મધુરપરિણામને જ સામાયિક કહીને પૂજ્યશ્રીએ ‘જીવમૈત્રી’નો મહિમા ગાયો છે. ૧૨ ભાવના, ૧૨ પ્રતિમા વગેરેનું સુંદર સ્વરૂપ સમજાવ્યું છે. ચાર કરણો ઉપર પૂજ્યશ્રીએ સુંદર પ્રકાશ પાડયો છે. ગુરુકુલવાસનું શાસ્ત્રીય દૃષ્ટિએ ખૂબ મહત્વ સમજાવ્યું છે. યતિધર્મના કેટલાક આવશ્યક કર્તવ્યો પૂજ્યશ્રીએ વર્ણવ્યા છે. પૂજ્યશ્રીએ ઉપવાસના અગણિત લાભો જણાવ્યા છે. વાસના - શાંતિનો સૌથી ટૂંકો રસ્તો ઉપવાસને જણાવ્યો છે. પૂજ્યશ્રીએ દશ પ્રકારના પ્રાયશ્ચિતનું સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું છે. ‘પ્રતિકૂળતા એ જ મારો જીવનમંત્ર’ પ્રકરણમાં પૂજ્યશ્રીએ શાસ્ત્રોકત પ્રતિકૂળતામાં જીવવામાં જ સાધુત્વ જણાવ્યું છે. ગોચરીના ૪૭ દોષોનું ટૂંકાણમાં સરસ સ્વરુપ સમજાવ્યું છે. અનેક ટચુકડી કથાઓ દ્વારા સિદ્ધાંતને સહેલાઇથી સમજાવવા પૂજ્યશ્રીએ સ્તુત્ય પ્રયાસ કર્યો છે.
Go To Page: