Nischay Vyavhar

Total Pages: 52

Download Count: 137

Read Count: 604

Click on top right corner of a book to start reading online.

About this book
નિશ્ચયનય અને વ્યવહારનય - બંને ય એ એક એક નય છે. એ કાંઇ પ્રમાણ નથી, એટલે આ બંને ય નય પોતપોતાના વિચારોને વળગી રહે છે. નિશ્ચયની દૃષ્ટિ વસ્તુના શુધ્ધ સ્વરુપને જ જુએ છે. જયારે વ્યવહારનયની દૃષ્ટિ એ જ વસ્તુનું વ્યવહારિક સ્વરુપ શું છે તેની સામે જોઇને વસ્તુના સ્વરુપનું નિરુપણ કરે છે. પૂજ્યશ્રીએ બંને નયો ઉપર સરળ શૈલીમાં સુંદર સમજણ આપી છે. શાસ્ત્રમાં તો જે સ્થાને જે નયને પુષ્ટ કરવો હોય તે નયને જ મહત્વ આપી દેવામાં આવે. પરંતુ તેટલા માત્રથી તે નયની જ વાત એકાન્તે સાચી છે, બીજા નયોની વાત જૂઠી છે એમ કદી ન કહી શકાય. બંને નયો દ્વારા ‘આત્મા’ની સ્વરુપની સુંદર વિચારણા પૂજ્યશ્રીએ કરી છે. શુધ્ધ નિશ્ચયનયની કોરી વાતો લોકોને તપ-ત્યાગાદિના પાયાના ધાર્મિક જીવનથી વિમુખ બનાવી દે તે સુસંભવિત હોવાથી પૂજ્યશ્રીએ જેવા તેવાને શુધ્ધ નિશ્ચયનયની વાતો આપવાની ના પાડી છે. જો તપ, ત્યાગાદિના વ્યવહારનયના સંપૂર્ણ ખંડન સાથે શુધ્ધ નિશ્ચયનયની વાતો બહેંકાવવામાં આવે તો ભોગી જગતમાં કારમોેે ભ્રષ્ટાચાર વ્યાપી જવાની પૂજ્યશ્રીને દહેશત છે. પૂજયપાદ મહોપાધ્યાયજી રચિત સ્તવનની એક કડી પૂજ્યશ્રી લખે છે ‘નિશ્ચયદૃષ્ટિ હૃદય- ધરીજી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર.’
Go To Page: