Nutan Varshna Ugamata Prabhate Maro Sankalp

Total Pages: 82

Download Count: 233

Read Count: 811

Click on top right corner of a book to start reading online.

About this book
પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં અદ્‌ભૂત ચિંતન-નવવીત પીરસ્યું છે. પિતા, માતા, નારીનો કંત, જૈન શ્રાવક વગેરે બનીશ તો કેવા સ્વરુપે બનીશ; તે અંગે પૂજ્યશ્રીએ હૂબહૂ ચિતાર રજૂ કર્યો છે. જો હું ‘પિતા’ બનીશ તો સંતાનોના જીવનનો સાચા અર્થમાં રાહબર બનીશ. જો હું ‘માતા’બનીશ તો ધિક્કારથી જીત મેળવવા કરતા સંતાનો ઉપર વાત્સલ્યથી હાર ખાવાનું પસંદ કરીશ. જો હું ‘નારીનો કંત’ બનીશ તો પત્નીને અત્યન્ત સન્માનિત રાખીશ. કદી તેને મારીશ નહી કે અપશબ્દો બોલીશ નહિ. જો હું ‘શ્રાવક’ હોઇશ તો મારે નિત્ય સામાયિક અને પ્રતિજ્ઞાપૂર્વકનું ત્યાગમય જીવન જીવવું જોઇશે. જિનવાણીનું શ્રવણ કરીશ. સારી જગ્યાએ ધન વાપરીશ. અશુભ કર્મોને કાપીશ. જો હું સંસારત્યાગી સાધુ બનીશ તો જીવો પ્રત્યે કરૂણાવંત બનીશ, સતત શુધ્ધ પ્રાયશ્ચિત કરીશ. દેહાધ્યાસથી મુક્ત બનીશ. જો હું ડોક્ટર બનીશ તો ગરીબોની કદી ફી લઇશ નહિ, હિંસક ઔષધોનો ઉપયોગ કરીશ નહિ. જો હું કિશોર હોઉં તો હું સદાનો યુવાન બની રહું તે માટે શીલનું પાલન કટ્ટરપણે કરીશ. વડીલજનોને માન આપીશ. સીનેમા, ટી.વી. વગેરેનો ત્યાગ કરીશ. જો હું જૈન હોઇશ તો નિશ્ચિતપણે રાત્રિભોજન અને કંદમૂળનો ત્યાગી બનીશ તથા દરરોજ ભાવભરી પરમાત્માની પૂજા કરીશ.
Go To Page: