O Yuvan Mare Kaik Kehvu Che

Total Pages: 84

Download Count: 694

Read Count: 7023

Click on top right corner of a book to start reading online.

About this book
સર્વાંગસુંદર એવા ઉત્તમ કોટિના શ્રમણોપાસક બનવાની અને કામહરિસ્વરૂપ યુવાન બનવાની જેની ઈચ્છા હોય તેણે કઈ સોળ બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ; તે જણાવતું પૂજ્યશ્રીનું આ પુસ્તક યુવાનોને અતિ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.(૧) ધર્મને જીવનમાં ઉતારવા દ્વારા આ જીવનને સફળ કરો. (૨) અર્થ અને કામને પુરૂષાર્થ બનાવો. (૩) પરલોક તરફ સતત નજર રાખો. (૪) ધાર્મિકતાની સાથે માનવતા અને રાષ્ટ્રીયતા જોડો. (૫) સૌથી પ્રિય ચીજો-આરોગ્ય, આબરૂ, સંતાનો-બગડી ન જાય તેની અવશ્ય કાળજી રાખો. (૬) તમારા બાળકોને આઈ.એ.એસ., વકીલ અથવા સારો શિક્ષક બનાવવાની લાઈનમાં જોડો.(૭) આખા ઘરને ધર્મચુસ્ત બનાવો. (૮) ઘરની દીકરી માટે ધર્મી કુટુંબનીઃ એમાં ય ખાસ કરીને ધર્મી છોકરાની જ પસંદગી કરવી જોઈએ (૯) યુવા-શ્રમણોપાસક-સંઘની સ્થાપના કરો. (૧૦) જો તમે ઘાર્મિક સંસ્થામાં ટ્રસ્ટી બનો તો વહીવટ એકદમ શુધ્ધ અને સદા તૈયાર રાખવો. (૧૧) શ્રમણસંસ્થાની પવિત્રતાને અકબંધ જાળવી રાખો. અર્થ અને કામ અંગેનું કોઈ પણ કનેક્‌શન ગૃહસ્થોએ તેમની સાથે કરવું નહિ.(૧૨) ‘સારા’ સાઘુઓ પાછળ ફના થઈ જાઓ.(૧૩) ઋણમુક્ત થવા માટે કામહરિ બનો. (૧૪) ધનમૂર્ચ્છા ઉતારીને ઔદાર્ય નો હાઈ-જમ્પ મારો નવી પેઢીના સંસ્કરણ માટે આગવી ઉદારતા દાખવો. (૧૫) જે તે અનુષ્ઠાનો જિનાજ્ઞા મુજબ કરવા. (૧૬) કુટુંબ સાથે સુંદર વર્તાવ રાખો.
Go To Page: