Parlok Drashti

Total Pages: 56

Download Count: 88

Read Count: 402

Click on top right corner of a book to start reading online.

About this book
“જીવનમાં સૌથી વધુ કઠીન સાધના પરલોકને મનથી સ્વીકારવાની છે. પરલોકદૃષ્ટિ આવ્યા પછી જ હૃદયથી ધર્મની સ્પર્શના થવા લાગે છે. અન્યથા કાયાથી જ ધર્મ થતો રહે છે; જેની ઝાઝી કિંમત નથી.” નાનકડી આ પુસ્તિકાના પૂજ્યશ્રીના આ વચનામૃતો કેટલા બધા હૃદયસ્પર્શી છે. પરલોક પ્રત્યે ભરપૂર શ્રદ્ધાપેદા થઇ જાય, તે માટે પૂજ્યશ્રીએ ખૂબ સુંદર ચિંતનામૃતોથી ભરપૂર આ પુસ્તિકા તૈયાર કરી છે. પરલોક - ભીતિ અને ઇશ્વર પ્રીતિ આ બે ગુણોની દરરોજ ૧૦ મિનિટની મંગળ કથાઓ દરેક પરિવારમાં કરવાની પૂજ્યશ્રીએ ખાસ ભલામણ કરી છે. પાંચ વર્ષના ગ્રામપ્રમુખનું દૃષ્ટાંત પૂજ્યશ્રીએ ખૂબ સુંદર રીતે આલેખ્યું છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ‘એલય’ નામના અધ્યયનમાં આવતી સુંદર બોધકથાનું વર્ણન કર્યા બાદ શાસ્ત્રનું ગાગરમાં સાગર સમાન સુંદર સૂત્ર આપ્યું છે કે ‘જે સારક્‌ખાયા તે તયક્‌ખાયા, જે તયક્‌ખાયા તે સારક્‌ખાયા. (જેણે આ લોકના ભોગસુખના માલમલીદાં ખાધા તેણે છોતરાં ખાધા, જેણે તપત્યાગના રુક્ષજીવનના છોતરાં ખાધાં તેણે આત્મમસ્તીના ખરેખર માલમલીદાં ખાધાં !’) આ જીવન ‘શાન્ત’ પસાર કરવા પૂજ્યશ્રીએ વર્ણવેલ ત્રણ ગુણોને જાણવા આ પુસ્તિકા ખોલવી જ રહી. પરલોકદૃષ્ટા બનીને પાપભીરુ બની જાઓ. આ ‘પરલોકદૃષ્ટિ’ જ મોક્ષનું મૂળ છે. ‘હું (આત્મા) ભટકતો ભટકતો કયાંકથી આવ્યો છું અને મરીને કયાંક ચાલ્યો જવાનો છું.’ દરેક ઘરમાં આ બોર્ડ મૂકવાની પૂજ્યશ્રીએ ખાસ ભલામણ કરી છે.
Go To Page: