Pratikraman Sutra Vivechana Part-1

Total Pages: 150

Download Count: 687

Read Count: 5600

Click on top right corner of a book to start reading online.

About this book
જીવને સંસારમાં ભ્રમણ કરાવતું કોઇ એક જ કર્મ કહેવું હોય તો તે મોહનીય કર્મ જ કહી શકાય. તારક ગણધર ભગવંતોએ રચેલાં સૂત્રોની વિવેચના પૂજ્યશ્રીએ સરળ શૈલીમાં આ પુસ્તકમાં કરી છે. મંત્રાધિરાજ શ્રી નવકારથી માંડીને શ્રી લોગસ્સ સૂત્ર સુધીના સૂત્રોના શુધ્ધોચ્ચાર અને વિસ્તારથી અર્થ આ પુસ્તકમાં આલેખ્યા છે. પૂજ્યશ્રીએ શ્રી નવકાર સૂત્રની ભૂમિકા ખૂબ જ અર્થગંભીર લખી છે. પંચપરમેષ્ઠી મુખ્ય ગુણ ઉપર સુંદર વિવરણ કરવામાં આવ્યું છે. ગુરુસ્થાપના સૂત્ર (પંચિંદિય)માં ગુરુ મહારાજના ૩૬ ગુણો ઉપર સરળ વિવેચના કરવામાં આવી છે. થોભવંદન સૂત્રોની ભૂમિકામાં ત્રણ પ્રકારના ગુરુવંદન દર્શાવવામાં આવ્યા છે. ખમાસમણ સુત્રનો (ઇચ્છામિ ખમાસમણો...) વિશેષાર્થ અને ઉહાપોહ પૂજ્યશ્રીએ ખૂબ માર્મિક રીતે કર્યો છે. જગત ઉપરની અસીમ ઉપકારકતાના પ્રતિક રુપ આ જગતનું સર્વોત્કૃષ્ટ જીવંત તત્વ “ગુરુદેવ” છે. “ગુરુદેવ” પ્રત્યેના અપરાધોની ક્ષમા માંગતા “અબ્ભુઠ્ઠીઓ સૂત્ર” અંગે ખૂબ સુંદર વિવરણ પૂજ્યશ્રીએ કર્યું છે. જીવમાત્ર સાથે સ્નેહપરિણામ એ સાચો ધર્મ. જીવમાત્ર સાથે થયેલી વિરાધનાની હાર્દિક ક્ષમાપના “ઇરિયાવહિ સૂત્ર”માં છે. પૂજ્યશ્રીએ આ સૂત્રનું રહસ્ય સુંદર આલેખ્યું છે. “કાયોત્સર્ગનું મહત્વ”- આ લેખ ખૂબ મનનીય છે. પરમાત્માનું નામસ્મરણ જીવને શીવગતિ તરફ પ્રગતિ કરાવી શકે છે. શ્રી લોગરસ સૂત્રના (નામસ્તવ સૂત્રના) વિવરણમાં ખૂબ સૂક્ષ્મતાથી ચિંતન પીરસીને પૂજ્યશ્રીએ ખૂબ ખૂબ કમાલ કરી છે.
Go To Page: