Ramayan Na Prerak Prasango

Total Pages: 222

Download Count: 2405

Read Count: 19839

Click on top right corner of a book to start reading online.

About this book
રામાયણમાં ધર્મશાસ્ત્રોના બધા જ સિદ્ધાંતો દૃષ્ટાંતરુપે વણાઇ જતાં જોવા મળે છે. રામાયણના પાત્રો સર્વ આર્યને માન્ય છે. રામાયણનો લલકાર સાંભળતાં જ જીવનની અવળી ગતિઓ ક્ષણભર તો ‘ડીસ કન્ટીન્યુ’ થઇ જાય ! આર્યના જીવનનું એ કાવ્ય છે. એ નાગરિક શાસ્ત્ર છે. સંસારમાં રહીને પણ યોગી કક્ષાનું જીવન જીવવાની કળા રામાયણ શીખવે છે. ‘જીવનનો આદર્શ મોક્ષ જ છે, એ મોક્ષભાવ પામવા માટે સર્વસંગપરિત્યાગ (દીક્ષા) અનિવાર્ય છે’ એ પુકાર તો રામાયણના પ્રકરણે પ્રકરણે પડેલો છે. પૂજ્યશ્રીએ આ પુસ્તકના પ્રસંગોનો જૈન અજૈન અનેક રામાયણોમાંથી સુસંગ્રહ કર્યો છે. ‘જયાં જયાં જે કાંઇ મોક્ષભાવપ્રાપક શુભતત્વ તે મારું જ છે’ - એવી ભાવનાથી સદૈવ વાસિત રહેવાનો જૈનશાસ્ત્રે આપેલ આદેશ પૂજ્યશ્રીએ સદૈવ શિરસાવંદ્ય કર્યો છે. ‘રામાયણ કે ભરતાયન?’ પ્રકરણમાં પૂજ્યશ્રીએ ભરતની મૂંઠીઉંચેરી મહાનતા વર્ણવી છે. મહાસતી અંજનાના અદ્‌ભુત ચરિત્રનું વર્ણન આજની માર્ગભ્રષ્ટ નારીઓને દીવાદાંડીની ગરજ સારે તેવું છે. રામ, લક્ષ્મણનો અદ્‌ભુત ભાતૃપ્રેમ વાંચતાં આંખો હર્ષથી ઉભરાયા વિના ન રહે. અન્યાય સામે પડકાર કરતાં જટાયુનો પ્રસંગ હૃદયસ્પર્શી શૈલીમાં રજૂઆત પામ્યો છે. ‘વિભીષણની મહાનતા’ કમાલ શૈલીમાં પૂજ્યશ્રીએ આલેખી છે. સીતાના શીલની પરીક્ષા માટે કરાયેલી ‘અગ્નિપરીક્ષા’ આજની કેટલીક નિર્લજ્જ કન્યાઓ જાણશે તો....
Go To Page: