Rashtraraksha

Total Pages: 110

Download Count: 247

Read Count: 4327

Click on top right corner of a book to start reading online.

About this book
રાષ્ટ્રરક્ષા એ ધર્મરક્ષા પણ છે. કેમકે રાષ્ટ્ર રક્ષિત બને તો જ રાષ્ટ્રગત ધર્મો સ્થિર રહે. તેમનું સંવર્ધન થતું રહે. રાષ્ટ્રરક્ષાનું કાર્ય ઉત્કૃષ્ટ રીતે વિશુધ્ધ ધર્મની આરાધના કરી શકે. એનાથી જે પુણ્યકર્મનો બંધ થાય છે તે રાષ્ટ્રરક્ષા જ નહિ, પરંતુ સર્વ આફતોનું નિવારણ કરીને સર્વરક્ષા કરવાનું સામર્થ્ય ધરાવે છે. નાનકડો પણ સાચો ધર્મ જો સેવાય તો તે મોટામાં મોટી આફતોને હટાવી દે. નાનકડી કાંકરી મોટા ઘડાને કેવો ફોડી નાંખે છે ? રાષ્ટ્રની, તીર્થોની, મંદિરોની, મૂર્તિઓની રક્ષા કરવી એ કોની ફરજ નથી ? એવું કરવા જતાં જો કોઇ હિંસા - અનિવાર્યપણે - કરવી પડે; તો તેમાં દોષ ગણાતો નથી. રાજા, સંતો, નારી, પર્યાવરણ - ચારે ય દ્વારા પૂર્વે થતી રાષ્ટ્રની સુવ્યવસ્થા પૂજ્યશ્રીએ આગવી શૈલીમાં વર્ણવી છે. હજાર વર્ષ પૂર્વેનું ભારત તે હિન્દુરાષ્ટ્ર હતું. પછીના છસો વર્ષનું ભારત તે ભારત હતું છેલ્લા ચારસો વર્ષનું ભારત તે ઇન્ડીયા છે. ઇન્ડીયા એટેલે વિકૃત ભારત+ ખંડિત હિન્દુરાષ્ટ્ર. મુસ્લીમ શાસકોએ હિન્દુપ્રજાનું માથું વાઢવાનું કામ કર્યું. અંગ્રેજ શાસકોએ માથું ફેરવી નાંખવાનું કામ (મ્ઇછૈંદ્ગ ઉછજીૐ) કર્યું. પૂજ્યશ્રીએ વર્તમાન ઇન્ડીયાની ભયાનક હાલત હૃદયસ્પર્શી રીતે વર્ણવી છે. રાષ્ટ્રરક્ષાના કાર્યની અનિવાર્ય જવાબદારી જેના માથે આવી હોય તેને તે નીભાવવી પડે. જો ન કરે તો ધર્મનિન્દા થવાથી જિનશાસનની હીલના કર્યાનું સર્વોત્કૃષ્ટ ગણાતું પાપ લાગે.
Go To Page: