Click on top right corner of a book to start reading online.
About this book
સાધનામાર્ગે આગળ વધી રહેલા પૂજનીય શ્રમણોને સંયમજીવનમાં ‘આત્મજાગૃતિ’ માટે પૂજ્યપાદ ગુરૂદેવશ્રીજીનું આ પ્રથમ પુસ્તક ખૂબ જ ઉપયોગી બની શકે તેવું છે. પુસ્તકના પ્રથમ પ્રકરણમાં ‘બહિર્મુખજીવન’ના અનેક નુકસાનો વર્ણવીને સાધકને અંતર્મુખજીવન જીવવાની ઝંખના પેદા કરે તેવું અદ્ભુત ચિંતન છે.
‘ગુરૂ-સમર્પણ’ના સાતમા પ્રકરણમાં ‘ગુરૂ’નું અદકેરું મહત્વ ખૂબ જ સંવેદનશીલ ભાષામાં વર્ણવ્યું છે. પૂજ્યપાદ લેખકશ્રીને પોતાના ગુરૂ પ્રત્યે કેવો અપૂર્વ અહોભાવ હશે ? તેની આછી ઝલક આ વાંચન ઉપરથી અવશ્ય મળી શકશે.
‘જેટલી પરલોકદૃષ્ટિ સ્વચ્છ એટલો વિરાગ સ્વચ્છ’ - નવમા પ્રકરણમાં ‘પરલોક’ને સતત આંખ સામે રાખીને આ જીવન પસાર કરવા મમતામયી વાણીથી સહુને હાર્દિક પ્રેરણા કરી છે. પૂજ્યશ્રીએ ચૌદમા પ્રકરણમાં ‘મૌન’નો અપૂર્વ મહિમા લાગણીશીલ ભાષામાં સમજાવ્યો છે. ‘મૌનીના જીવનમાં કલહ હોઇ શકે નહિ’ આ સુવાક્ય દ્વારા ઝઘડાથી બચવા માટેની ‘ગુરૂચાવી’ સહુને આપી દીધી છે.
પુસ્તકનું અંતિમ પ્રકરણ ‘મંગલ મૃત્યુ’માં મૃત્યુનો ભય રાખવાને બદલે આ જીવનમાં ભોગોને તિલાંજલિ આપવા દ્વારા અપૂર્વ કોટિનું આત્મસત્વ ખીલવીને ‘ત્યાગમય સાધના’ દ્વારા પૂજ્યશ્રીએ આવતા જન્મોને સુધારવાની પ્રેમાળ પ્રેરણા કરી છે.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.
Chandrashekharvijayji M.S.
Shree Arihant Parmatma ni deshna no sar: Hey jiv! Tu bijana dukho ne dur karvano prayatna kar. Hey jiv! Tu tara dosho ne dur karvano prayatna kar.
Chandrashekharvijayji M.S.
Sadguru pase tamara sagda papo nu prayschit karo. Pachi...Navu Prabhat...Navu Jeevan...