Sansar

Total Pages: 70

Download Count: 176

Read Count: 1297

Click on top right corner of a book to start reading online.

About this book
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત ‘અધ્યાત્મસાર’ ગ્રંથમાંથી ‘ભવસ્વરુપ- ચિંતા’ અધિકારના ૨૭ શ્લોકોનો પૂજ્યશ્રીએ ખૂબ ભાવવાહી શૈલીમાં ભાવાનુવાદ કર્યો છે. શ્લોકે શ્લોકે સંસારનું નગ્ન સ્વરુપ પ્રગટ કર્યુ છે. અત્યંત બિહામણા સંસારને ‘સોહામણો’ માનવાની ભ્રમણા તૂટી જ જાય, જો આ શ્લોકોનું વારંવાર અર્થ સાથે મનન થાય. આઠમા શ્લોકમાં સંસારને કેદખાનાની ઉપમા આપવામાં આવી છે. ધનનું બંધન ! સ્ત્રીના સ્નેહની લોખંડી જંજીરો ! દરેક જીવ પોતે કેદી જ નથી ? નવમા શ્લોકમાં સંસારને સ્મશાનની ઉપમા આપીને કમાલ કરી છે. ‘ઓ મસાણમાં વસતા જીવતા મડદાંઓ ! કોઇ તો કહો કે આ મસાણમાં સુંદર શું છે ?’ ઓગણીસમા શ્લોકના વિવરણમાં પૂજ્યશ્રી લખે છે કે, ‘મોહની સમરાંગણસમી આ સંસારભૂમિમાં જે આત્મા નારીતત્વથી સાવધાન રહ્યો તે જ ધર્મરાજની સહાયે વિજયી બન્યો ! નારીના કટાક્ષબાણે વીંધાયેલા આત્મા ઉપર સેંકડો આપત્તિઓ તૂટી જ પડે.’ વીસમા શ્લોકમાં અનંતજ્ઞાની, અનંત સુખી વગેરે ગુણોના માલિક જીવની કર્મની ગુલામીના પ્રતાપે સર્જાયેલી કરુણ સ્થિતિનો સુંદર ચિતાર પીરસીને કર્મરાજથી સાવધાન રહેવા ચેતવણી આપી છે. ૨૬મા શ્લોકમાં સંસારી સુખના ચાર કલંક બતાડીને ખૂબ ખૂબ કમાલ કરી છે. જો આ ચાર કલંકો સતત સ્મૃતિપથમાં રહે તો આભાસિક સંસારી સુખ (?) માં જીવ જરાય લલચાય નહીં.
Go To Page: