Click on top right corner of a book to start reading online.
About this book
ભારત દેશ ‘ઇન્ડિયા’માં ક્યારનો પલોટાયો, હવે તેને ‘અમેરિકા’માં પલટાવાનો છે. આ માટે એંસી ક્રોડની ગરીબ, ગ્રામીણ અને નિરક્ષર પ્રજાને ભૂખમરો, ગરીબી, બેકારી, બીમારીમાં ધકેલી મૂકીને પતાવી દેવા માટે વિદેશીઓના હિતનું અર્થતંત્ર ગોઠવાતું જાય છે. પરંપરાગત વેપાર, ખેતી, શિક્ષણ વગેરેની પ્રગતિના નામે અધોગતિ કરાઇ છે. આથી ભ્રષ્ટાચાર, વ્યભિચાર અને માંસાહાર આ દેશમાં અત્યંત વ્યાપક બનેલ છે. રાષ્ટ્રપ્રેમી પૂજ્યશ્રીએ ખૂમારીપૂર્ણ શૈલીમાં પૂરી નિર્ભયતાથી વિદેશીઓની મેલી મુરાદ વગેરે અયોગ્ય બાબતોનો આ પુસ્તકમાં પર્દાફાશ કર્યો છે.
વિદેશી ગોરાઓએ મેકોલે શિક્ષણ દ્વારા એક સૈકામાં (ઇ.સ. ૧૮૪૮ થી ૧૯૪૭) લાખો દેશી ગોરાઓ તૈયાર કરીને વિશ્વમાં સર્વત્ર ઇસાઇ ધર્મ સ્થાપવાની મેલી મુરાદને સફળ બનાવવાના પ્રયત્નો ચાલુ કરી દીધા છે. આ શિક્ષણ (?)ના પ્રભાવથી ઘણા ભારતીય લોકો નાસ્તિક બન્યા, વિદેશ પરસ્ત બન્યા. દેશના ગદૃારો બન્યા.
આર.એસ.એસ. સંસ્થા પ્રત્યે પૂજ્યશ્રીને ખૂબ માન હોવાથી પૂજ્યશ્રીએ તે સંસ્થાના વડા શ્રીમાન સુદર્શનજીને પોતાની વર્તમાન સમયની ફરજો પર ધ્યાન દોરવાની ખાસ ભલામણ કરી છે.
આ પુસ્તકના ૧૭ પરિશિષ્ટોનું લખાણ ખૂબ મહત્વનું એટલા માટે છે કે પૂજ્યશ્રીના વિવિધ વિચારોને બળ પૂરૂં પાડે તેવા વર્તમાનના વિવિધ લેખકોના સુંદર લેખોનું અહીં અવતરણ કરવામાં આવ્યું છે. આ લેખો ખાસ વાંચવા જેવા છે.