Shraman Sangh Saithilya Vichar

Total Pages: 124

Download Count: 197

Read Count: 1905

Click on top right corner of a book to start reading online.

About this book
વિશ્વના સાચા સુખ, શાંતિ અને સમૃધ્ધિનું મૂળ કારણ મુનિઓનું વાસ્તવિક મુનિત્વ છે. પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં સૌપ્રથમ દીક્ષાની મહાનતા સુપેરે વર્ણવી છે. પૂજ્યશ્રીને તુલનાત્મક અભ્યાસ કરતાં જૈન શ્રમણ સંસ્થાનું શૈથિલ્ય ઘણું વધુ નથી જણાતું છતાં સંયમપ્રેમી પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં કેટલીક કડક વાતો પૂરી નિર્ભયતાથી લખીને લીધેલી દીક્ષાને સફળ કરવાની ભારપૂર્વક ભલામણ કરી છે. મુનિપણાથી પતન થવાના મુખ્ય ત્રણ કારણો પૂજ્યશ્રીએ ઉંડા ચિંતન બાદ આલેખ્યા છે. બ્રહ્મનિષ્ઠ પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં બ્રહ્મચર્યનો અપૂર્વ મહિમા ગાયો છે. અબ્રહ્મના કાતિલ વિપાકો જણાવીને તે પાપથી બાર ગાઉ છેટા રહેવાની ખાસ ભલામણ કરી છે. મુનિજીવનને હેમખેમ પાર ઉતારવા માટે વિગઇઓનું નિષ્કારણ સેવન તાલપુટ ઝેર સમાન છે. વિગઇઓથી વેગળા રહેવાની પૂજ્યશ્રીએ ખાસ પ્રેરણા કરી છે. પૂજ્યશ્રીએ શ્રમણ શૈથિલ્ય નિવારણના નક્કર ઉપાયો વર્ણવ્યા છે. પૂજ્યશ્રીએ લખેલી શ્રમણ સંઘ માટેની ૨૧ કલમોની આચારસંહિતાનું જો પાલન શકય બને તો મુનિઓનું મુનિત્વ ઝળહળી ઉઠે. શ્રમણ - સેવા સુરક્ષા માટે છેલ્લા પ્રકરણમાં શ્રાવક સમિતિ રચવા દ્વારા શૈથિલ્ય નિવારણમાં શ્રાવકોએ અવશ્ય ભોગ આપવો જ જોેેઇએ. પૂજ્યશ્રી છેલ્લે લખે છે કે શ્રમણસંસ્થા પ્રત્યેના ભારેથી ભારે આદરભાવને કારણે જ મેં કેટલીક વાતો કડક ભાષામાં પણ લખી છે.
Go To Page: