Sol Bhavanao

Total Pages: 48

Download Count: 500

Read Count: 4933

Click on top right corner of a book to start reading online.

About this book
અનિત્યાદિ બાર ભાવનાઓ સતત ભાવવાથી ‘જડરાગ’ ઘટવા લાગે છે. મૈત્ર્યાદિ ચાર ભાવનાઓ ભાવવાથી ‘જીવપ્રેમ’ વધવા લાગે છે. ‘જડવિરાગ’ + ‘જીવપ્રેમ’ - આ બે ગુણોને પૂરબહારમાં ખીલવવા માટે આ સોળ ભાવનાઓ દરેક આત્મસાધકે જરૂર ભાવવી એવી ‘જિનાજ્ઞા’ છે. આ બે ગુણો ખીલી ઊઠે તો જીવાત્મા આલોકમાં પણ મનથી સુખી બની શકે છે. ‘બધું જ વિનાશી’- પ્રથમ અનિત્ય ભાવનાના આ વિવેચનમાં પૂજ્યશ્રીએ સંવેદનશીલ શૈલીમાં વિનાશના મહાતાંડવની રજૂઆત કરી છે. પાંચમી અન્યત્વ ભાવનામાં ‘હું એટલે આત્મા’ સિવાયની બધી વસ્તુઓ પારકી છે. જીવ તો છે સચ્ચિદાનંદસ્વરૂપ ! બધી પારકી વસ્તુઓનો રાગ ખૂબ ભયંકર છે, દુર્ગતિદાયક છે. વાસનાના તોફાનને શાંત કરવા છઠ્ઠી અશુચિ ભાવનામાં શરીરના અતિ ગંદા સ્વરૂપ પર નજર કરીને ‘શરીરરાગ’થી પાછા ફરવાની વાત કરી છે. ‘વિશ્વમૈત્રી’ - તેરમી ભાવનામાં જગતના બધા જીવો જાતજાતના ઉપકારી છે તેવું વર્ણવીને સર્વજીવો પ્રત્યે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવાની પૂજ્યશ્રીએ ખાસ ભલામણ કરી છે. સામી વ્યક્તિના માત્ર ગુણો જ જોવાની વાત ચૌદમી ભાવનામાં કરી છે. અનંત અરિહંતની માતા ‘કરૂણા’ ગુણને ખીલવવા પૂજ્યશ્રીએ સુંદર સમજણ આપી છે. પાપી જીવો જ્યારે સન્માર્ગે આવવા તૈયાર જ ન થાય ત્યારે તેવા જીવો પ્રત્યે પણ દ્વેષ નહીં કરીને ‘ઉપેક્ષા’ ભાવના ભાવવાની ખૂબ સુંદર વાતો સોળમી ભાવનામાં કરી છે.
Go To Page: