Shunya Banine Purna Banu

Total Pages: 462

Download Count: 207

Read Count: 1455

Click on top right corner of a book to start reading online.

About this book
પૂજ્યપાદ સૂરિપુરંદર શ્રીમદ્‌ હરિભદ્રસૂરિશ્વરજી મહારાજાએ રચેલા સ્વોપજ્ઞ ગ્રંથ ‘યોગશતક’ ઉપર પૂજ્યશ્રીએ દળદાર વિવેચન ખૂબ સરળ શૈલીમાં આલેખ્યું છે.આત્માનું વાસ્તવિક સ્વરૂપ, છ સ્થાન, આત્માનું અનાદિ સંસારિત્વ, ચાર પુરુષાર્થ, ઇચ્છામોક્ષ એ જ મોક્ષ વગેરે વિષયો ઉપર પહેલી, બીજી ગાથાના વિવેચનમાં પૂજ્યશ્રીએ ખૂબ સુંદર બોધ આપ્યો છે. સમ્યગ્દર્શન અવસ્થા, દેશવિરતિ - સર્વવિરતિ - અવસ્થા વગેરે ઉપર ખૂબ સુંદર વિવેચન કર્યુ છે. જિનવાણી-શ્રવણનું ભારે મહત્ત્વ પૂજ્યશ્રીએ સમજાવ્યું છે. સ્ત્રીના દેહની ત્રણ પ્રકારે અસારતા જણાવીને તેનાથી વિરાગ પામવાની પૂજ્યશ્રીએ હાર્દિક પ્રેરણા કરી છે. શ્રાવકની દિનચર્યા, શ્રાવકનું યોગીપણું વગેરે વિષયો ઉપર સરળ શૈલીમાં વિવેચન કર્યુ છે. સ્વદોષદર્શન, આત્મસમ્પ્રેક્ષણ, જ્ઞાનયોગનો મહિમા, દુઃખો કરતા દોષો ભયંકર, જાગરણ એ જ જીવન, આત્મસમ્પ્રેક્ષણમાં છ વિધિઓ, સત્વયોગ અને પ્રણિધાન, આજ્ઞા અને બહુમાનનો મહિમા, ઉપયોગનો મહિમા, મૈત્ર્યાદિ ભાવના રૂપ આત્મ સમ્પ્રેક્ષણ, ભાવનાઓનું ફળ અંતે મોક્ષ, ક્રિયા અને ભાવના વચ્ચેના તફાવતમાં અન્ય દાર્શનિકોનું સમર્થન, શ્રેષ્ઠ ચિત્તરત્નઃ સામાયિક, સામાયિક રત્નનું મહાફળ : મોક્ષ, અનશન વિધિથી દેહત્યાગ, મરણ કાળના જ્ઞાનના ઉપાયો વગેરે વિષયો ઉપર પૂજ્યશ્રીએ અદ્‌ભુત કલમ ચલાવી છે. અનેક શાસ્ત્રપદાર્થોનો બોધ કરાવવામાં આ પુસ્તક અવશ્ય સફળ થશે.
Go To Page: