Tachukdi Kathao Part-1

Total Pages: 140

Download Count: 3671

Read Count: 16293

Click on top right corner of a book to start reading online.

About this book
ખૂબ જ ઓછા શબ્દોમાં હૃદયસ્પર્શી ભાવોને ઠસોઠસ ભરેલી ૧૧૮ કથાઓ પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં સરળ શૈલીમાં પ્રસ્તુત કરી છે. આ કથા-વાર્તાઓ બાળજીવોને જીવનઘડતરમાં અચૂક સહાય કરે છે. પરદેશમાં ધર્મપ્રચાર માટે ગયેલા વિવેકાનંદની આગઝરતી સુંદર ‘ખુમારી’ જાણવા મળે છે. અમેરિકાના અબજોપતિનું કરુણ મોત વાંચ્યા બાદ ‘ધનમૂર્ચ્છા’ના કાતિલ પાપને જીવનમાંથી દેશવટો આપવાનું મન થશે ખરું ? વિમલ મંત્રીની ‘ઉત્તમ નીતિમત્તા’ વાંચ્યા બાદ ‘નીતિધર્મ’ને જીવનમાં સ્થાન આપવાનું અચૂક મન થયા વિના ન રહે. પં. સિધ્ધિચન્દ્રજીની ‘મુનિજીવનની ખુમારી’ વાંચતાં અહોભાવથી મસ્તક ઝુકી ગયા વિના ન જ રહે. ઓરંગઝેબનો ‘શીલ -આગ્રહ’ જાણ્યા બાદ સાવ વંઠી ગયેલી નવી પેેઢી જાગશે તો.... અનુપમાનો ઉત્તમ ‘ગુરુપ્રેમ’ જાણ્યા બાદ ત્યાગીઓ પ્રત્યે તો ‘દોષદૃષ્ટિ’ ન જ રાખવી તેવો સંકલ્પ કરશું ખરા ? પોહારિ બાબાનો જીવંત ‘કરુણા ઘબકાર’ વાંચ્યા બાદ કઠોર-દિલ માનવો પીગળશે તો.... રાણી પ્રત્યેની તીવ્ર આસક્તિ રાજાને બીજા જન્મમાં પંચરંગી કીડો બનાવે છે; આ વાંચ્યા બાદ હાલતી ચાલતી ગટર (સ્ત્રી-શરીર)ના પ્રેમીઓ ચેતી જશે તો પૂજ્યશ્રીનો લેખન શ્રમ લેખે લાગશે. વઢવાણના છાડા શેઠની નિઃસ્પૃહતા, દુઃખે અદીનતા વગેરે ગુણો કથાપ્રસંગમાંથી જાણ્યા બાદ દિલથી અનુમોદના કરવાનું અચૂક મન થઇ જાય.
Go To Page: