Tachukdi Kathao Part-4

Total Pages: 185

Download Count: 773

Read Count: 5287

Click on top right corner of a book to start reading online.

About this book
હૃદયસ્પર્શી કથા - પ્રસંગોનો આ સંગ્રહ ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. પૂજ્યશ્રી દ્વારા લખાયેલ રસપ્રદ આ કથાઓ જીવનને ઉર્ધ્વગામી બનાવવા જરુર સક્ષમ બની શકે તેમ છે. ભેરુશાની ‘કરુણા’નો પ્રસંગ ખરેખર હૈયાને ગમી જાય તેવો સુંદર છે. સંન્યાસીએ ચોર ઉપર દાખવેલા પ્રેમને કારણે તેણે સંન્યાસમાર્ગે વિકાસકૂચ કરી. પુણીઆની ઉંચી નીતિમત્તા જાણીને અનીતિ પાપ પ્રત્યે સૂગ પેદા થશે ખરી? શુકદેવના નિર્મળ બ્રહ્મચર્યગુણની વારંવાર અનુમોદના કરવાનું મન થઇ જાય, તેવો સુંદર પ્રસંગ છે. ચંદ્રશેખર આઝાદનો ‘શીલપ્રેમ’ જાણ્યા બાદ કુશીલતાના ભયંકર પાપ પ્રત્યે લાલ આંખ થશે. તોે..... ‘કર્મનો ઇન્સાફ અટલ છે.’- આ પ્રસંગ કર્મની કાતિલતા, કુટિલતા જણાવી જાય છે. શત્રુંજય તીર્થરક્ષાર્થે બારોટોનાં બલિદાનનો પ્રસંગ વાંચ્યા બાદ શાસન ઉપર આક્રમણ વખતે લોહી ગરમ થશે ખરું? લુણિગની પ્રભુભક્તિનો સુંદર પ્રસંગ વાંચ્યા બાદ ‘જિનભક્તિ’ ખૂબ વધારવા જેવી છે. અન્યાય સામે ઝઝૂમનાર વિક્ટરનો પ્રસંગ વાંચવાથી ખુમારીપૂર્ણ જીવન જીવવાનું શરુ કરશું તો.... જિનદાસ શ્રાવકના પ્રસંગમાં વિષયવાસનાની ભયંકરતા સાક્ષાત્‌ જણાયા વિના ન રહે. શીલ બચાવવા બહેને કરેલી અંતઃકરણથી પ્રભુ - પ્રાર્થના ખરેખર ફળી. આ સિવાય અનેક પ્રસંગોમાંથી સુંદર બોધ લઇને મહામૂલા માનવજીવનને સફળ કરવા જેવું છે.
Go To Page: