Tachukdi Kathao Part-5

Total Pages: 147

Download Count: 625

Read Count: 5587

Click on top right corner of a book to start reading online.

About this book
કથા માધ્યમે ગુણાનુરાગી જીવો આત્મવિકાસમાં ખૂબ આગળ વધી શકે છે. તે તે સુંદર પ્રસંગોની અનુમોદના કરવાથી તે તે ગુણોના સ્વામી જરૂર બની શકાય છે. પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં સુંદર બોધકથાઓનો સંગ્રહ કર્યો છે. પંકપ્રિય કુભારની કથા ઇર્ષ્યાના ભયંકર અંજામનો ખ્યાલ આપી જાય છે. નારી મૃણાલની સ્વાર્થન્ધતા સંસાર ઉપર વિરાગભાવ લાવી શકે છે. ગુણસેન અને અગ્નિશર્માની કથા ‘વૈર વિપાક’ની ભયંકરતા જણાવી જાય છે. ત્રણ શબ્દોમાં જ જીવનપરિવર્તન કરનાર ચિલાતીપુત્રની કથા દ્વારા સત્સંગની મહત્તા સમજાય છે. દોરડા ઉપર નાચતા નાચતા કેવળી બનનાર ઇલાચી નટની કથા પશ્ચાત્તાપની મહત્તા જણાવી જાય છે. ચક્રવર્તી સનત્‌કુમારનું સંયમ લેવાનું જોરદાર સત્ત્વ આશ્ચર્યસ્તબ્ધ કરી નાંખે છે. મુનિ કીર્તિધર અને મુનિ સુકોશલે મરણાંત વેદનામાં પણ જીવંત સમતાભાવ રાખીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યાનો પ્રસંગ વાંચ્યા બાદ ક્રોધને કાયમ માટે તિલાંજલિ આપવાનું મન થઇ જાય. સુશ્રાવક શાન્તુ મંત્રીએ જે યુક્તિથી સાધુને ઉન્માર્ગેથી બચાવ્યા તે ખરેખર અભિનંદનીય છે. દાસકાકાની કથા “વારા પછી આવશે વારો, આજ મારો ને કાલ તારો” હકીકત સમજાવે છે. મહાસતી પદ્‌મિનીનો “શીલઆગ્રહ” વાંચ્યા બાદ આજની કેટલીક નિર્લજ્જ નારીઓ કોઇ બોધપાઠ લેશે ? આ સિવાય અનેક સુંદર પ્રસંગો વારંવાર વાંચવાનું મન થાય તેવા અદ્‌ભુત છે.
Go To Page: