Tatvaghyan Pradeepika

Total Pages: 276

Download Count: 368

Read Count: 4466

Click on top right corner of a book to start reading online.

About this book
પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં જીવવિચાર, નવતત્વ, દંડક અને પહેલા કર્મગ્રંથના કેટલાક પદાર્થોની ખૂબ સરળ ભાષામાં સુંદર સમજણ આપી છે. જીવ અને જડની સ્પષ્ટ ઓળખાણ આપીને ‘જીવહિંસા’થી બચવાની પ્રેરણા કરી છે. જીવવિચારના વિવેચનમાં ‘સંમૂર્ચ્છિમ’ મનુષ્યોની વિરાધના જાણીને આ ભયંકર પાપમાંથી સહુએ ખાસ બચવા જેવું છે. નરક ગતિના વિવેચનમાં ધ્રુજારી છૂટી જાય તેવા ભયંકર દુઃખોનું વર્ણન વાંચ્યા બાદ પાપ કરતાં સો વાર વિચાર કરવા જેવો છે. સંસારનું મૂળ મોહનીય કર્મની ભયાનકતા જણાવી છે. કર્મના આગમનનું દ્વાર (આશ્રવ તત્વ) જાણ્યા બાદ સહુએ કર્મ બંધનથી અટકવાની જરૂર છે. સંવર તત્વમાં બાર ભાવનાની મૂંઠીઊંચેરી મહાનતા વર્ણવી છે. કર્મમલને ધોનાર સાબુ (નિર્જરા તત્વ) અંગે ખૂબ સુંદર સમજણ આપી છે. કર્મ - જંજીરોમાંથી કાયમી મુક્તિ - મોક્ષ તત્વની સુંદર ઓળખાણ આપીને સહુને ‘મોક્ષલક્ષી’ બનવાની પૂજ્યશ્રીએ હાર્દિક પ્રેરણા કરી છે. સમ્યક્‌ત્વ (સમજણનું ઘર)નું સરળ ભાષામાં સુંદર સ્વરૂપ સમજાવ્યું છે. રાગના પાપે અનેક પ્રકારના ભવોમાં આ જીવે દંડાવું પડે છે. આ અંગે ‘દંડક’ પ્રકરણમાં સુંદર માહિતી પીરસી છે. જૈન ધર્મનું અણમોલ તત્વજ્ઞાન જાણવાથી પાપ-ભીતિ, પરલોક - ભીતિ આદિ અનેક ગુણો આત્મામાં અવશ્ય પૂરબહારમાં ખીલી ઉઠશે, માટે.....
Go To Page: