Tatvaghyan Praveshika

Total Pages: 184

Download Count: 265

Read Count: 1370

Click on top right corner of a book to start reading online.

About this book
જૈન ધર્મના અણમોલ તત્વજ્ઞાનના અનેક પદાર્થોને સરળતાથી સંક્ષેપમાં રજુ કરતું પૂજ્યશ્રીનું આ અદ્‌ભૂત પુસ્તક-રત્ન છે. સૌ પ્રથમ દેવ, ગુરુ, ધર્મની સરળ ભાષામાં સુંદર ઓળખાણ આપી છે. શ્રાવકની ઓળખાણ આપીને તેની દિનચર્યા જણાવી છે. બે પ્રકારે જીવોની ઓળખાણ આપી છે. ત્રણ પ્રકારના જીવોનું સુંદર સ્વરૂપ સમજાવ્યું છે. ચાર કષાયની ભયાનકતા સુપેરે જણાવી છે. મૈત્ર્યાદિ ચાર ભાવનાઓ તથા દાન, શીલ, તપ, ભાવ - ચાર પ્રકારે ધર્મનું સુંદર સ્વરુપ સમજાવ્યું છે. ચાર પ્રકારના સામાયિકનું સ્વરૂપ સમજાવ્યું છે. ભવ-નિસ્તારક ચાર શરણાં સુંદર રીતે સમજાવ્યા છે. પાંચ પરમેષ્ઠિઓની ટુંકમાં સરસ ઓળખાણ આપી છે. સમકિતના પાંચ લક્ષણો સમજાવ્યા છે. પાંચ પ્રકારે સ્વાધ્યાયનું સ્વરૂપ સમજાવ્યું છે. કર્મબંધનના પાંચ પ્રકારો સમજાવ્યા છે. પાંચ પ્રસિદ્ધ તીર્થોની મહાનતા જણાવી છે. છ આવશ્યકનું સંુદર સ્વરૂપ સમજાવ્યું છે. જૈન ધર્મના પાયાના છ સિદ્ધાન્તો સમજાવ્યા છે. છ પ્રકારના દ્રવ્યોનું સ્વરૂપ સમજાવ્યું છે. સાત ક્ષેત્ર વિશે સુંદર ઓળખાણ આપી છે. આઠ કર્મની સુંદર જાણકારી આપી છે. નવતત્વનું ટૂંકમાં સરસ સ્વરૂપ સમજાવ્યું છે. નરકની દુનિયાની ભયંકરતા જણાવી છે. પૂજ્યશ્રીએ આ સિવાય અનેક વિષયો ઉપર ટૂંકાણમાં કમાલ કલમ ચલાવી છે.
Go To Page: