To Bharat No Uday Chaptima

Total Pages: 210

Download Count: 263

Read Count: 4618

Click on top right corner of a book to start reading online.

About this book
ગોરાઓની ભેદી ચાલના જાણકાર બનીને શ્રી ધર્મપાલજીએ લખેલા હજારો પાનાઓનો સાર પૂ. ગુરુમાએ આ પુસ્તકમાં લખ્યો છે. ગાંધીજીએ લખેલા હિન્દ-સ્વરાજ પુસ્તકના જરૂરી અવતરણોની પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં નોંધ કરવા સાથે ગાંધીજીએ કરેલી ગંભીર ભૂલોનો પણ પૂ.ગુરુમાએ પર્દાફાશ કર્યો છે. મૂલ્યો અને પરંપરાનું અદકેરું મહત્ત્વ જાણવા માટે આ પુસ્તકનું વાંચન-મનન કરવું જ રહ્યું. અહિંસાપ્રેમી + મોક્ષલક્ષી ધર્મવાળા દરેક સજજનો શીલ, સદાચાર, રાષ્ટ્રભક્તિ, માતાપિતાની સેવા, ગરીબો પ્રત્યે અનુકંપા વગેરે મૂલ્યોને જીવનમાં આત્મસાત્‌ કરે તો ભવ્ય ભારતનો ઉદય થવાની પૂ.ગુરુમાને ખૂબ ખૂબ આશા છે. ઈ.સ. ૧૪૯૩ પૂર્વે હજારો વર્ષોથી ભારતીય પ્રજાએ પોતાના ધાર્મિક મૂલ્યો + સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરવામાં ખૂબ ખૂમારી દર્શાવી છે. ગોરી પ્રજા સિવાયની પ્રજાનો નાશ કરવા માટે ગોરાઓએ અપનાવેલો પ્લાન મહદંશે સફળ થયો છે. આ પ્લાન પૂર્ણરૂપે સફળ ન થાય તે માટેના ઉપાયો પૂ. ગુરુમાએ સચોટ રીતે આ પુસ્તકમાં રજૂ કર્યા છે. પરિશિષ્ટ -૨ માં જાનસૌર બાબર (ઉત્તરપ્રદેશમાં) ગામની સંપૂર્ણપણે સ્વાવલંબિતા વગેરે અદ્‌ભુત વિગતો ખરેખર જાણવા જેવી છે.
Go To Page: