Tran Vartao

Total Pages: 52

Download Count: 281

Read Count: 1832

Click on top right corner of a book to start reading online.

About this book
જિનશાસનનો આધાર ‘શ્રાવિકા’ કહેવાઇ છે. તેવી ઉત્તમ શ્રાવિકા નાગિલા ન હોત તો જંબૂકુમારનું અપૂર્વ ચરિત્ર આપણી સમક્ષ ન પ્રગટ થયું હોત ! ભવદેવ અને નાગિલાની પ્રથમ વાર્તામાં પૂજ્યશ્રીએ રોચક શૈલીમાં આલેખન કર્યું છે. મુનિ ભવદેવના સંપૂર્ણ પતનને રોકનારી નાગિલા જેવી શ્રાવિકાઓ આ કાળમાં કેટલી હશે? બીજી કથા પૂજ્યશ્રીએ પરમાત્મા મહાવીરદેવના પરમ ભકત નરકેસરી મગધરાજ શ્રેણિકના શ્રીમુખે લાક્ષણીક શૈલીમાં વર્ણવી છે. પુત્ર કોણિકના હાથે રોજના ૧૦૦ હંટરોનો માર ખાતી વખતે રાજા શ્રેણિક જે સુંદર વિચારસરણી કરે છે તે વાંચવાથી આપણને પણ દુઃખો વખતે મનને સમાધિસ્થ રાખવાની પ્રેરણા મળશે. મહાત્મા નંદિષેણની ત્રીજી વાર્તા કર્મનો કાતિલ વિપાક જણાવે છે. ચારિત્ર મોહનીય કર્મનો નિશ્ચિત ઉદય થતાં મહાત્મા નંદિષેણને કામલતા વેશ્યાને ઘેર રહેવાની ફરજ પડી; છતાં નંદિષેણનો ‘વિરતિ-પ્રેમ’ આપણી આંખોને ભીની કર્યા વિના ન રહે. દરરોજ કામલતાને ત્યાં આવનાર દશ જણાને પ્રતિબોધ કરીને આહાર-પાણી કરવાની નંદિષેણે ભીષ્મ પ્રતિજ્ઞા કરી. નંદિષેણના તીવ્ર પશ્ચાતાપને કારણે આંખેથી વહી જતાં આંસુઓથી ભલભલા કઠોર વ્યક્તિઓ પીગળી જઇને પ્રભુ મહાવીરના માર્ગે વિચરવા સમુત્સુક બનવા લાગ્યા. પાપોદય પૂર્ણ થતાં નંદિષેણે તે જ ભવમાં પુનઃ દીક્ષા પ્રાપ્ત કરીને કાયમી વિશ્રામસ્થાન (મોક્ષ) પ્રાપ્ત કર્યુ.
Go To Page: