Updeshmala Part-1

Total Pages: 220

Download Count: 342

Read Count: 1993

Click on top right corner of a book to start reading online.

About this book
દેવાધિદેવ, ત્રિલોકગુરૂ, પરમાત્મા મહાવીરદેવના અવધિજ્ઞાની શિષ્ય શ્રી ધર્મદાસગણિએ રચેલા ઉપદેશમાળા ગ્રન્થ ઉપર પૂજ્યશ્રીએ ખૂબ કમાલ વિવેચન સરળ શૈલીમાં કર્યું છે. પૂજ્યશ્રી લખે છે કે “આ ગ્રન્થ કેટલો અદ્‌ભૂત છે ? તે કલમથી જણાવી શકાય તેમ નથી. તેનું પઠન-મનન કરવાથી જ તે સમજાશે.પ્રત્યેક શ્લોક - કોઇ વૈરાગ્યથી તો કોઇ શાસ્ત્રીય પદાર્થોથી ભરેલો છે. જો જીવ ભારે કર્મી ન હોય તો આ ગ્રન્થનું મનન તેને થોડાક જ ભવોમાં મોક્ષના દ્વાર ખખડાવતો કરી મૂકે.” ભગવાન શ્રી ઋષભદેવે સાધનાકાળમાં એક વર્ષ સુધી ઉપવાસ કર્યા અને ભગવાન શ્રી મહાવીરદેવે છ માસના ઉપવાસ કર્યા આ દૃષ્ટાંતો નજરમાં રાખીને બીજા જીવોએ પોતાના જીવનમાં શક્ય તેટલો વધુ તપ કરવો જોઇએ. ગુરૂના તેર ગુણો (૧) તેજસ્વી (૨) યુગપ્રધાન જેવા જ્ઞાનવાળા (૩) મધુરભાષી (૪) ગંભીર (૫) ધૃતિમાન (૬) ઉપદેશદાનમાં તત્પર (૭) અપ્રતિશ્રાવી (૮) સૌમ્ય (૯) સંગ્રહશીલ (૧૦) અભિગ્રહો કરવાની બુધ્ધિવાળા (૧૧) અલ્પભાષી (૧૨) સ્થિર સ્વભાવી (૧૩) પ્રશાન્ત હૃદયી - ઉપર પૂજ્યશ્રીએ સુંદર વિવરણ કર્યું છે. ધર્મ પુરૂષથી ઉત્પન્ન થાય છે. ધર્મ પુરૂષોત્તમોથી ઉપદેશાયેલો છે; માટે તેમાં પુરૂષ જ મુખ્ય હોય છે. લોકમાં પણ સામાન્યતઃ પુરૂષની પ્રધાનતા જોવા મળે છે, તો લોકોત્તર એવા ધર્મમાં તો પુરૂષોની પ્રધાનતા હોય જ ને ? જેને ગુરૂ પ્રત્યે ભક્તિ નથી, હાર્દિક બહુમાન નથી, સન્માનભાવ નથી, તેમનાથી કોઇ ભય નથી, લાજ નથી, એવો કોઇ સાધુ ગુરૂકુલવાસમાં હોય તો’ય તેનાંથી શું ફાયદો ?
Go To Page: