Click on top right corner of a book to start reading online.
About this book
વિજ્ઞાનની વાતોથી જ પ્રભુ મહાવીરદેવે પ્રકાશિત ધર્મના કેટલાક તત્વોને સિદ્ધ કરી આપીને ત્રિલોકગુરૂના ‘સત્યવાદિત્વ’ને સહુના હૈયે સ્થિર કરવાનો પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં સ્તુત્ય પ્રયાસ કર્યો છે. ‘ચોખા બરોબર ચડ્યા છે કે નહીં તે નક્કી કરવા માટે ગૃહિણી ચાર જ દાણા ચાંપીને આખી તપેલીનો નિર્ણય કરી લે છે ને ?’ આ જ ન્યાય અહીં કેમ ન લગાડવો ?
‘રાગ, દ્વેષ અને અજ્ઞાન વિનાના પ્રભુ અસત્ય ન જ બોલે’ આ વાત સર્વથા સત્ય હોવા છતાં ‘વિજ્ઞાનપ્રેમી’ આજના માનસને ‘પ્રભુપ્રેમી’ બનાવવા પ્રભુભક્ત પૂજ્યશ્રીએ ખૂબ જ મહેનત કરીને પ્રસ્તુત પુસ્તક તૈયાર કર્યું છે.
આત્મા અને પુનર્જન્મની સુંદર વાતો ખરેખર જાણવા જેવી છે. બીજા ખંડમાં ‘પરલોકસિદ્ધિ’ વિભાગ વાંચ્યા બાદ ‘પરલોકદૃષ્ટિ’ જાગી જાય તો અનેક પાપો આચરતો જીવાત્મા અટકી જાય. ‘નારક’ ગતિ પ્રત્યે અત્યંત ભયભીત બની જાય.
આ પુસ્તકનો ઉદૃ્ેશ જિનાજ્ઞા પ્રત્યે ભારોભાર બહુમાન ઉત્પન્ન કરી દેવા માટે જ છે.
આ પુસ્તકવાંચન બાદ ભક્તિવંત માનવનું અંતર પુકારી ઊઠશે કે, “જિનાગમ (જિનાજ્ઞા) જેવું મૂલ્યવાન તત્વ જગતમાં કોઇ નથી. જો આ શાસનપતિ અને તેમનું શાસન મને ન મળ્યા હોત તો અજ્ઞાન - અંધકારમાં સતત અથડાતો રહીને ભાવિ દીર્ઘકાલીન દુર્ગતિઓને હું સપ્રેમ નાંેતરૂ આપી દેત. ખૂબ ખૂબ ઉપકાર પ્રભુશાસનનો કે મને ‘જ્ઞાનપ્રકાશ’ની અણમોલ ભેટ આપી છે.”
Shree Arihant Parmatma ni deshna no sar: Hey jiv! Tu bijana dukho ne dur karvano prayatna kar. Hey jiv! Tu tara dosho ne dur karvano prayatna kar.
Chandrashekharvijayji M.S.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.
Chandrashekharvijayji M.S.
Game teva sanyogo ma mast rehva ichta hov to! Tamara minus (dosho) juvo. Bija na plus (guno) juo.