આપણે ક્યાં જઈ રહ્યા છીએ?

કુલ પૃષ્ઠો: 52

ડાઉનલોડ ની સંખ્યા: 168

વાંચન ની સંખ્યા:670

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
આર્યદેશના સંતોએ સર્વ જીવો સાથે મૈત્રી સાધવાની માનવતા શીખવી પણ પશ્ચિમની ધરતીના લોકો આ સંદેશાને ઝીલી ન શકયા. છેલ્લા ૫૦૦ વર્ષથી એમના અંતરમાં ધર્માધંતા અને સ્વાર્થાન્ધતાના બે મહાપાપોની આગ પ્રજ્વળી ઉઠી છે. સમગ્ર વિશ્વમાં પોતાના ઇસાઇ ધર્મનું અસ્તિત્વ રહે અને એક માત્ર ગોરી પ્રજા જ જીવતી રહે તે માટે તે ગોરી પ્રજાનું ખુન્નસ આસમાનને આંબી ગયું છે. પોતાની મેલી મુરાદ પાર પાડવા તે અનેક પ્રકારે કાવાદાવાઓ કરવામાં ખૂબ ચાલાક છે. ગોરાઓએ હિન્દુસ્તાનની પ્રજાને ખતમ કરવા માટે મહાબલિષ્ઠ સંસ્કૃતિને જ ખતમ કરવાનો ખતરનાક પ્લાન અમલમાં લાવી દીધો છે. ‘રાષ્ટ્ર’ આબાદ હશે તો જ ‘ધર્મ’ અને ‘સંસ્કૃતિ’ના મૂલ્યો જીવંત રહેવાના છે. આ વાતને હૃદયસાત્‌ કરનારા પૂજ્યશ્રીએ ખૂબ ઉંડી દૃષ્ટિથી આ પુસ્તકમાં ‘રાષ્ટ્રચિંતા’ કરી છે. ગોરાઓની ચાલ ખુલ્લી પાડી છે. મુત્સદૃી ગોરાઓએ વસતિ પત્રકમાં ધર્મનું ખાનું મૂકીને અને પ્રજાનું ખાનું ઉડાડી મૂકીને એક ભયાનક શસ્ત્ર ફેંકયું છે. ‘હિંદુ’ એ પ્રજાવાચક શબ્દ છે. જૈનો પ્રજાથી હિંદુ જ છે પણ જૈનો વગેરેને હિન્દુ તરીકે મટાડી દેવાનો ગોરાઓનો ભયાનક પ્લાન છે. ગોરાઓ આ દેશની ધરતીને વધુ ને વધુ સમૃધ્ધ બનાવી રહ્યા છે કારણકે આ દેશમાં ‘કાયમી’ વસવાટ કરવાનો તેઓનો ભાવિનો પ્લાન છે. સહુ અંતરથી પ્રભુ-પ્રાર્થના કરો કે ‘ગોરાઓના આ પાપી વિચારો સફળ ન જ થાય.’
પાના પર જાઓ: