ધર્મગુરુઓ! હવે તો જાગો

કુલ પૃષ્ઠો: 84

ડાઉનલોડ ની સંખ્યા: 91

વાંચન ની સંખ્યા:602

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
પૂજ્યશ્રીએ નાનકડી પુસ્તિકામાં ઉંડું ચિંતન પીરસ્યું છે. પૂજ્યશ્રી જણાવે છે કે પાંચ પ્રકારનો વર્ગ - ધનવાનોનો વર્ગ, સત્તાધારી વર્ગ, બળવાનોનો વર્ગ, શિક્ષિતોનો વર્ગ, સંસારત્યાગીઓનોે વર્ગ - સારો મજાનો બની જાય તો હિન્દુસ્તાનની પ્રજા અને તેની સંસ્કૃતિની આબાદીનું દર્શન થવા લાગે. પૂજ્યશ્રી જણાવે છે કે, ‘જો સંતો સ્વસ્થ બની જાય અને પોતાની સાધનામાં વ્યાપેલી એષણા વગેરેના મળોને ધોવા લાગી જાય, ફરી શુધ્ધ થઇ જાય તો એમની શુદ્ધિનું એ બળ બહુ મોટો કડાકો બોલાવી દે.’ સંત તો મા છે મા. જગતનાં ભુલકાંઓના દુઃખને દૂર કરવા અને પાપોને શમાવવા માટે સંતો પાસે આગવી તાકાત છે. જો માતાપિતાઓ અને શિક્ષકો પોતાની જવાબદારી સમજી લઇને વધુ વ્યવસ્થિત અને પૂરા ગંભીર બની જાય તો નવી પેઢી ઉપર સચોટ અસર પાડવા લાગે. સાધુઓએ જિનાજ્ઞાપાલન દ્વારા પ્રાપ્ત થતી પવિત્રતાની સાથે સાથે ‘અતિ મદાર્નગી’ જીવનમાં ઉતારવી પડશે. પરાર્થ કરવા માટે જરુરી વસ્તુ ‘શુદ્ધિનું બળ’ જો સંત પાસે હોય તો તેઓએ શા માટે નાસીપાસ થવું ? સહુ પડકારવાનું શરુ કરો. બેઇજ્જત બનતી આર્યસંસ્કૃતિને બચાવો, આ વસ્ત્રાહરણ મૂંગા મોઢે સંતો તો જોઇ શકે જ નહીં. સુખી થવા માટે સહુ કોઇએ સાચા સંતને શરણે જવાની પૂજ્યશ્રીએ ખાસ ભલામણ કરી છે.
પાના પર જાઓ: