જીવન ઘડતર પ્રદીપિકા

કુલ પૃષ્ઠો: 192

ડાઉનલોડ ની સંખ્યા: 99

વાંચન ની સંખ્યા:290

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
માણસે ભગવાન બનવા કે સાધુ બનવા પૂર્વે સાચા અર્થમાં માણસ બનવું જ પડે. આ અંગેની પ્રેરણાઓ પૂજ્યશ્રીએ વિવિધ સુંદર લેખો દ્વારા આ પુસ્તકમાં પૂરી પાડી છે. ઇન્દ્રિયો દ્વારા મળતા ભ્રામક સુખને સાચું સુખ માનવાની ભ્રમણા તૂટશે નહીં ત્યાં સુધી દુઃખમય સંસાર-ભ્રમણ નહીં જ તૂટે. જગતમાં જે પારાવાર નિરાશા, કટુતા વિગેરે વ્યાપેલા છે એના મૂળમાં પૂજ્યશ્રીએ ‘જડ દૃષ્ટિ’ને જ કારણભૂત તરીકે વર્ણવી છે. વિવિધ આક્રમણો કરવા એ તો મનના નબળા માણસોનું શસ્ત્ર છે. મૌન - ધૈર્ય - સહિષ્ણુતા વગેરે પ્રતિક્રમણો કરનારા માનવોમાંથી ‘મહામાનવ’ બની જાય છે. સ્યાદ્‌વાદ દ્વારા ઝઘડા મીટાવી શકાય છે. સ્યાદ્‌વાદ મોક્ષની પ્રાપ્તિ માટે કર્મના ક્ષયની સુયોગ્ય નીતિઓ અપનાવવામાં વધુ માને છે. માનવજીવનના અમૂલ્ય તન, મન, વચનના ‘મૂલ્યાંકન’ કરવાની પૂજ્યશ્રીએ હૃદયસ્પર્શી પ્રેરણા કરી છે. સ્ત્રીતત્વ પ્રત્યે વિરાગી બનવા માટે અશુચિભાવનાનું સ્વરૂપ પૂજ્યશ્રીએ કમાલ શૈલીમાં વર્ણવ્યું છે. તુચ્છ સ્વાર્થને બદલે પરમ સ્વાર્થ (આત્માનું અધઃપતન ન થાય તે) ને લક્ષ્ય કરશો તો.... ‘શાંતિનો માર્ગ’ આ લેખમાં પૂજ્યશ્રીએ પશ્ચિમના આંધળા અનુકરણને ફગાવી દેવાનો બોધ આપ્યો છે. કાર્યસિધ્ધિ માટે શ્રધ્ધા, હિંમત અને ધીરજ આ ત્રણ ગુણો ઉપર પૂજ્યશ્રીએ સુંદર શૈલીમાં માર્ગદર્શન આપ્યું છે.
પાના પર જાઓ: