ઉપદેશમાળા ભાગ-2

કુલ પૃષ્ઠો: 184

ડાઉનલોડ ની સંખ્યા: 152

વાંચન ની સંખ્યા:1583

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
આ ગ્રન્થ અતિ અદ્‌ભૂત છે. પ્રત્યેક શ્લોક - કોઇ વૈરાગ્યથી તો કોઇ શાસ્ત્રીય પદાર્થથી ભરલો છે. પૂજ્યશ્રીએ શ્લોકોનું સુંદર વિવેચન કર્યું છે. કેટલાક શ્લોકોમાં ભાવાર્થ નીચે પ્રમાણે : સાચા અર્થમાં જૈન સાધુ જીવાદિતત્ત્વોના પૂર્ણ જ્ઞાતા હોય છે. જિનવચનને સારી રીતે જાણનારા મહાત્મા ઘણા બધા જીવો તરફથી થતી ઘણી બધી પ્રતિકુળતાઓને સ્વેચ્છાએ સહે છે. કાયાથી સુંદર, સુકુમાળ અને જીવનથી સુખશીલ એવા શાલિભદ્રે મુનિ થઇને એવો ઘોર તપ કર્યો કે માતા ભદ્રાને ઘરે જ્યારે તેઓ વહોરવા ગયા ત્યારે સેવક લોકો પણ તેઓને ઓળખી ન શક્યા. જો મનના અત્યંત શુદ્ધ અધ્યવસાયોની સાથે કોઇ આત્મા એક દિવસ માટે પણ સાધુ થાય તો અવશ્ય મોક્ષ પામી જાય. કદાચ મોક્ષ ન મળે તો વૈમાનિક દેવ તો અવશ્ય થાય. પોતાના કાર્યમાં ઇષ્ટસિદ્ધિ નહિ થતાં માતા ચૂલણીએ પોેતાના પુત્ર બ્રહ્મદત્તને મારી નાંખવાની બુધ્ધિથી ભયંકર આફતમાં નાંખી દીધો. માતા, પિતા, ભાઇ, પત્ની, પુત્ર, મિત્ર અને પોતાના કહેવાતા બીજા સંબંધીઓ આ ભવમાં જ અનેક પ્રકારના મરણાદિના ભય સંબંધિત અને મનનાં સંકલેશ સંબંધિત દુઃખોને જન્મ આપ્યા કરે છે. પિતા-માતા, સંતાનો અને પત્ની વગેરે પ્રિયજનોનો સ્નેહરાગ ક્રમશઃ ખરાબ, વધુ ખરાબ, એકદમ ખરાબ છે. ધર્મના અતિ રાગી મહાત્માઓએ આ સ્નેહરાગ ત્યજી દીધો હોય છે. જેમણે પરલોકને બરોબર લક્ષમાં લઇ લીધો છે તેવા મુનિઓ બીજાઓ તરફથી થતાં આક્રોશ, તિરસ્કાર, મારપીટ વગેરે દૃઢપ્રહારીની જેમ સમતાથી સહન કરે છે.
પાના પર જાઓ: