વીરસૈનિકો ની ફરજો

કુલ પૃષ્ઠો: 60

ડાઉનલોડ ની સંખ્યા: 97

વાંચન ની સંખ્યા:389

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
જમાનાવાદ, ભોગવાદ અને તકવાદની બિહામણી અગનજ્વાળાઓ સમગ્ર ધર્મ સંસ્કૃતિની ઇમારતની ચોમેર ભરડો લઇ ચૂકી છે એમ સ્પષ્ટપણે જેને લાગ્યું હોય તેઓ આ પ્રમાણે નીતિ-નિયમો પોતાના જીવનમાં અવશ્ય ઉતારે. (૧) શાસ્ત્રાજ્ઞાઓ પ્રત્યે અને એના પાલકો પ્રત્યે અંતઃકરણનું અપાર બહુમાન દાખવવું જોઇએ. (૨) જમાનાના નામે (કે દેશકાળના નામે ) ધાર્મિક ક્રિયાવિધિઓને ફટકારી દેવામાં આવે છે. આ ખૂબ દુઃખદ વાત છે. સર્વજ્ઞ પરમાત્મા મહાવીરદેવે ભાવીના બધા ય જમાનાઓને જણ્યા પછી જ આ ધર્મશાસન અને ક્રિયાવિધિઓનું પ્રકાશન કર્યું છે. (૩) ધર્મ પમાડનાર ઉપકારે ગુરુ તો એક જ હોય ,પરતુ પૂજ્યભાવ તો બધા ય સદ્‌ગુરુઓ પ્રત્યે સમાન જ રહેવો જોઇએ. (૪) તિથિ પ્રશ્નને ખૂબ હળવાશથી લો. (૫) અંતઃકરણથી સંપૂર્ણપણે શાસનની વફાદારી રાખીને જો તે સંસ્થામાં આપદ્‌ ધર્મરૂપે દાખલ જ્વામાં એકંદરે લાભ જણાય છે. મોટી સંખ્યામાં શાસનને વફાદાર માણસોનો પ્રવેશ થઇ જાય તો એક પણ શાસન નિરપેક્ષ અકાર્ય થઇ શકે જ નહિ. (૬)સ્વધર્મ પ્રત્યે અનન્ય નિષ્ઠાવાળા બનવાની સાથે સાથે પરધર્મો પ્રત્યે અત્યંત સહિષ્ણુ બનવાની ખૂબ જરુર છે. (૭) જિનપૂજા આદિ અનુષ્ઠાન ભરપુર જીવન જીવો. (૮) સાત ક્ષેત્રની વ્યવસ્થા પાળો. (૯) તત્વવેત્તા બનો. (૧૦) મર્દ બનો.
પાના પર જાઓ: